Sweating Problem : વધુ પડતો પરસેવો થઈ રહ્યો છે સાવધાન, હોઈ શકે છે આ ગંભીર બિમારી
Sweating Problem : ગરમીની સિઝનમાં પરસેવો આવવો એ સામાન્ય વાત છે. જો કે વધુ પડતો પરસેવો આવતો હોય તો સમયસર તેને લઈને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
અતિશય પરસેવો ત્યારે થાય છે જ્યારે હાઈપરહિડ્રોસિસ થાય છે. આવું સતત થતું રહે તેના કારણે પાણીની અછત સર્જાય છે. જેના કારણે ડીહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા અને બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક પણ આવી શકે છે.

શરીરમાં ખૂબ પરસેવો થાય તેને શરીરની ઠંડક પ્રણાલી માનવામાં આવે છે, પરંતુ જો કોઈને કોઈ પણ કામ કર્યા વિના વધુ પડતો પરસેવો થતો હોય તો સાવચેત રહેવું જરૂરી છે. આ એક પ્રકારનો રોગ હોઈ શકે છે, જેને હાઈપરહિડ્રોસિસ કહેવાય છે.
જાણકારો અનુસાર, જ્યારે કોઈના શરીરની પરસેવાની ગ્રંથીઓ ખૂબ સક્રિય થઈ જાય છે ત્યારે હાઈપરહિડ્રોસિસની બીમારી થઈ શકે છે. જેના કારણે વધુ પડતો પરસેવો થાય છે. આવું સતત થતું રહે તો પાણીની અછત સર્જાય છે. જેના કારણે ડીહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા અને બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક પણ આવી શકે છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે પરસેવો થવો ખૂબ જ સામાન્ય છે. તે શરીરની ઠંડક પ્રણાલી માટે પણ સારું છે. તેનાથી શરીરનું તાપમાન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, પરંતુ વધુ પડતો પરસેવો એ ખરાબ સ્વાસ્થ્યનું લક્ષણ છે. તેને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. આમાં, ચહેરા, કપાળ અને હાથની હથેળીઓમાં પરસેવો વધુ થાય છે.
આ રોગ ખતરનાક માનવામાં આવે છે કારણ કે વધુ પડતો પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. તેનાથી શરીરમાં સોડિયમ ઓછું થઈ શકે છે. જે હૃદય, મગજ કે કિડની જેવા અંગો પર વિપરીત અસર કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં ડિહાઇડ્રેશન જીવલેણ પણ હોઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટના મતે જ્યારે પરસેવાની ગ્રંથીઓ ઓવરએક્ટિવ થઈ જાય છે ત્યારે વધુ પડતો પરસેવો થાય છે. આના માટે એક નહીં પરંતુ ઘણા કારણો હોઈ શકે છે. આના માટે ડાયાબિટીસ, સ્થૂળતા, થાઈરોઈડ અને વાયરલ ઈન્ફેક્શન જવાબદાર હોઈ શકે છે.
આ રોગોમાં હાઈપરહિડ્રોસિસનું જોખમ વધારે છે. જો સમયસર ઓળખવામાં આવે તો તેને દવાઓ, થર્મલીસીસ અને બોટોક્સ ઈન્જેક્શનથી ઠીક કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
