હ્રદયના રોગો માટે જીવનરક્ષક છે આ ટેકનિક, જાણો સંપૂર્ણ વિગત
યુવાનોને ઘણી વાર છાતીમાં દુઃખાવીની ફરિયાદ થતી હોય છે. ભલે તે બહુ હળવો કે અમુક સેકન્ડનો જ કેમ ના હોય પરંતુ તેના માટે ડૉક્ટરની સલાહ લેવી જરુરી છે.
ઘણી વાર યુવાનો છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. જો કે, દુઃખાવો બહુ હળવો અને અમુક સેકન્ડનો ભલે કેમ ન હોય પરંતુ તેના માટે ડૉક્ટરની સલાહ લેવી જરુરી છે. ઘણી વાર એવુ બનતુ હોય છે કે અમુક ટેસ્ટ બાદ ખબર પડે કે આર્ટરીમાં બ્લડ ક્લૉટ છે. જેના કારણે હ્રદય સુધી જતુ લોહી યોગ્ય માત્રામાં ન પહોંચતુ હોય. આ સમસ્યાના કારણે ક્યારેય હાર્ટ એટેક પણ આવી શકે છે. હ્રદયરોગીઓ માટે જીવનરક્ષક છે આ આધુનિક ટેકનિકો.

ઓસીટી
આવા કિસ્સામાં ડૉક્ટર તરત જ પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI) કરે અને ધમનીને ખુલ્લી રાખવા માટે સ્ટેન્ટ દાખલ કરે. જેથી હૃદયમાં ઓક્સિજનનો પ્રવાહ ફરીથી સુચારૂ થઈ શકે. SCADના કવરેજની પુષ્ટિ કરવા માટેની પ્રક્રિયા પછી OCT ફરીથી કરવામાં આવે. જો OCT દરમિયાન કોઈ જટિલતાઓ ન મળે તો માત્ર એક દિવસ હૉસ્પિટલમાં દાખલ રહ્યા બાદ ડોક્ટરો રજા આપી દે છે.
પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન
પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI) એ કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) ની સારવાર માટે એક ઉત્તમ વિકલ્પ છે, જે કોરોનરી ધમનીની દિવાલો પર જમા થયેલી ચરબીને દૂર કરીને હૃદય સુધી લોહી પહોંચવાનો માર્ગ સાફ કરે છે. આ પ્રક્રિયામાં, ધમનીમાં અવરોધ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્ટેન્ટ મુકીને ધમની ખોલવામાં આવે છે.
ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ (IVUS)
કોરોનરી એન્જીયોગ્રાફી (CAG) દ્વારા પીસીઆઈને દાયકાઓ સુધી અનુસરવામાં આવતુ હતુ. તેને હજુ પણ પ્રમાણભૂત પ્રક્રિયા ગણવામાં આવે છે પરંતુ CAGમાં ઘણી ખામીઓ છે. કોરોનરી એન્જીયોગ્રાફી (CAG) સ્થિતિની ગંભીરતાની પુષ્ટિ કરતુ નથી.
જો કે, સતત ટેકનિકલ પ્રગતિએ દર્દીઓની સારી સારવારમાં મદદ તો કરી છે પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હૃદયની તંદુરસ્તી જાળવવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જરૂરી છે. જીવનશૈલીમાં નાના ફેરફારો અને જોખમી પરિબળોને ઓળખવા જેવા કે નિયમિત કસરત કરવી, સ્વસ્થ આહાર લેવો અને ધૂમ્રપાનથી દૂર રહેવુ વગેરે હૃદયના રોગોની સારવારમાં મોટો ફરક લાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
