Skin Care Tips : ચોમાસામાં ભેજને કારણે થાય છે ચામડીના રોગો, બચવા કરો આ ઉપાય
Skin Care Tips : ચોમાસામાં ચામડીના રોગોમાં વધારો થાય છે. વરસાદના કારણે વાતાવરણમાં ભેજના કારણે ચામડીનો રોગ થઇ શકે છે. ચામડીની આ બીમારી ફંગલ ઇન્ફેક્શનના કારણે કે એલર્જીના કારણે પણ થઇ શકે છે. આ બીમારી કોઇપણ ઉંમરના વ્યક્તિમાં જોવા મળી શકે છે.
જો તમે ચોમાસાની ઋતુમાં ચામડીના રોગોથી બચવા માંગતા હોવ, તો સ્વચ્છ સૂકા કપડાનો ઉપયોગ કરો અને શરીર અને હાથ-પગને વારંવાર ભીના ન કરો. લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી દાદ, ખંજવાળની ફરિયાદ વધી શકે છે. લીમડો ચામડીના રોગોની સારવારમાં સૌથી વધુ ફાયદાકારક છે.

ચામડીના રોગોમાં લીમડાનો ઉપયોગ
ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાનું વૃક્ષ આપણી આસપાસ સરળતાથી જોવા મળે છે. આ ઝાડના મૂળથી લઈને પાંદડા, ફૂલ, ફળ, બીજ, છાલ અને લાકડામાં આવા અનેક ગુણો છે, જે તમને બીમારીઓથી બચાવી શકે છે.
એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ધરાવતા લીમડાનો ઉપયોગ ચામડીના રોગોની સારવારમાં પણ થાય છે.
10 ગ્રામ લીમડાની છાલ અને લીમડાના બીજને તાજા લીમડાના પાન સાથે પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ખંજવાળ અને દાદ પર લગાવો. તમને જલ્દી રાહત મળશે. તમે આ પેસ્ટને પિમ્પલ્સ પર પણ લગાવી શકો છો.
લીમડાનો ઉપયોગ દાદ, ખંજવાળ, ખરજવું અને ફોડલા માટે પણ થાય છે.
તેના માટે જૂના લીમડાના ઝાડની સૂકી છાલને પીસીને પાવડર બનાવી લો. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 3 ગ્રામ પાઉડર પલાળીને તેમાં મધ ભેળવીને સવારે પીવું. આને પીવાથી ત્વચાના રોગો મટે છે.
લીમડાના પાનના રસમાં પલાળીને પાટો લગાવવાથી ખરજવાની સમસ્યામાં ફાયદો થાય છે.
દાદ અને ઘા મટાડવા માટે લીમડાના 10 થી 14 પાનને દહીં સાથે પીસીને આ પેસ્ટ લગાવો. તમે માત્ર 2 થી 3 વખત અસર જોશો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
