ડેસ્ક જોબ કરો છો તો, ચોક્કસથી કરવા જોઈએ આ 7 કામ
ડેસ્ક જોબ કરવા વાળાઓ ને કોઈ ને કોઈ બિમારી તો લાગી જ જાય છે. અહી અમે તમને ડરાવી નથી રહ્યા પરંતુ ચેતવી રહ્યા છે કે જો તમે કલાકો સુધી ડેસ્ક જોબ કર્યા કરશો તો તમને હૃદયની બિમારી, વજન વધવું, કમરનો દુખાવો અને બીજી ઘણી બિમારી થવાની શક્યતા છે.
જો તમે દિવસના 8 થી 9 કલાક ઓફીસમાં કાઢો છો તો ચોક્કસ છે કે તમારી પાસે વ્યાયામ કરવાનો સમય જ નહી હોઈ. એવામાં તમે જો થોડા થોડા સમયે પોતાની ખુરશી પરથી ઉઠીને થોડું ફરી લો ક્યાં તો પછી જગ્યા પર બેસીને જ થોડું સ્ટેચીંગ કરી લો તો તેનાથી પણ સારી રાહત મળી શકે છે.
જો તમે કેટલાક દિવસથી સુતી વખતે ખભા કે ગાળાની આસપાસ દર્દ, ક્યાં તો પછી કમરમાં દર્દ અનુભવી રહ્યા હોવ તો તમારે આ લેખ ચોક્કસથી વાંચવો જોઈએ.

પોતાની ગાડી ઓફીસથી દૂર પાર્ક કરો
એવું કરવાથી તમને થોડું વધારે ચાલવાનો મોકો મળશે કારણકે ઓફીસમાં તો આખો દિવસ બેસવાનું જ છે.

લીફ્ટને બદલે સીઢીનો ઉપયોગ
સીઢી ચડવાથી તમારી કેલરી તો બર્ન થશે અને સાથે સાથે તમારી બોડીનો વર્કઆઉટ પણ થઇ જશે.

ઓનલાઈન ચેટીંગ
બેસીને ઓનલાઈન ચેટીંગ કરવાને બદલે એટલો જ સમય હોલમાં ચાલો કે પછી કોઈની ડેસ્ક પર જઈને વાત કરો.

ઓફીસના જીમનો ઉપયોગ
જો તમારા ઓફીસમાં જીમ હોઈ તો તેનો સારો ઉપયોગ કરો.

ક્યારેક ઉભા પણ થઇ જાવ
જો તમારા ઓફીસમાં હરવા ફરવાની જગ્યા ના મળે તો ક્યારેક જગ્યા પર ઉભા પણ થઇ શકો છો.

સ્ટેચીંગ
ડેસ્ક પર કામ કરતા કરતા તમારી કમર અકળાઈ જાય તો તમે જગ્યા પર જ થોડું સ્ટેચીંગ કરી શકો છો.

વધારે પાણી પીવો
પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહશે અને વધારે પાણીથી તમને પેસાબ પણ લાગશે જેનાથી તમને બ્રેક લેવાનો સમય પણ મળી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
