જાણો મેડિટેશનના ફાયદા અને થઇ જાવ બધી સમસ્યાઓથી દૂર...
આપને કોઇ ટેંશન હોય કે ઊંઘ ના આવતી હો, આવામાં જો આપ કોઇ ડોક્ટરનો સંપર્ક કરશો તો તેઓ પણ ક્યારેક મેડિટેશન કરવાની સલાહ આપે છે. જેમાં એકાગ્રતાની ઊણપ હોય છે તેઓ ખૂબ જ ચિંતિત, ઉદાસ, ચિડચિડીયા અને હતાશ રહે છે. કેટલાંક લોકો અપરાધ ભાવના અને હીનભાવનાનો શિકાર પણ થઇ જાય છે. આત્મવિશ્વાસની ઉણપ અને અસુરક્ષાની ભાવના, કુંઠા, ગુસ્સો, ઘભરાહટ વગેરે વધી જાય છે.
શું આપ જાણો છો ધ્યાન એટલે કે મેડિટેશન કરવાનો શું ફાયદો થાય છે? આખરે મેડિટેશનના ફાયદા શું શું છે, આ અંગેની વિસ્તૃત માહિતી મેળવો આ લેખમાં અને તમે પણ લાગી જાવ ધ્યાનમાં....

તણાવને ઓછું કરે છે
જર્નલ હેલ્થ સાઇકોલોજીમાં છેલ્લા મહીને થયેલા રિસર્ચ પબ્લિકેશનમાં બતાવવામાં આવ્યું છે કે મેડીટેશન, તણાવને ઓછું કરે છે અને દિમાગને શાંત કરે છે, તેને કરવાથી શરીરનું કોરટિસોલ હારમોન યોગ્ય માત્રામાં રહે છે.

પોતાના અંગે જાણવા મળે છે
મેડીટેશન કરવાથી આપણે પોતાને જાણી શકીએ છીએ. ખરા-ખોટાની ખબર પડે છે. આને કરવાથી દરેક વ્યક્તિને પોતાના માંઇડસ્પોટની જાણકારી મળે છે જે આપણને વાસ્તવિકતાથી પર દોષોથી દૂર રાખે છે.

ગઠિયાથી ગ્રસિત લોકો માટે મદદગાર
2011માં એક જર્નલ અનુસાર આ તથ્ય સામે આવ્યું છે કે ગઠિયાથી પીડાતા લોકો, જો નિયમિત રીતે મેડિટેશન કરે છે તો તેમને આરામ મળે છે. આનાથી તણાવ અને થાકમાં પણ રાહત મળે છે.

મગજને સુરક્ષાત્મક રીતે બદલે છે
રિસર્ચર બતાવે છે કે જો કોઇ પણ વ્યક્તિ નિયમિત રીતે મેડિટેશન કરે છે તો દિમાગને સુરક્ષાત્મક રીતે બદલી શકે છે જેનાથી તેને કોઇ પણ નુકસાન નથી થતું. સકારાત્મક દ્રષ્ટિકોણ આવશે અને તેમના વિચાર પણ સારા રહેશે.

સંગીત સાંભળવામાં સારુ લાગે છે
જો મેડીટેશનને સતત કરવામાં આવે તો તેનાથી સંગીતમાં રસ વધે છે અને આપણને ધ્યાન કેન્દ્રીત કરવામાં સારુ લાગે છે.

ચાર તત્વ મદદ કરે છે
આપને ખૂબ જ ગુસ્સો આવે છે તો આપ ઘણીવાર આપનો કંટ્રોલ પણ ગુમાવી બેસો છો, જેમાં મેડિટેશન કરવામાં પણ આરામ મળે છે. આનાથી શરીરમાં ચેતના, દિમાગમાં તાજગી અને મનમાં સ્ફૂર્તિ આવે છે.

ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું કરે છે
પાંચમાંથી એક ગર્ભવતી મહિલાને ડિપ્રેશન થાય છે, એવામાં તેમને મેડિટેશન કરવામાં આરામ મળે છે. મેડિટેશન એક પ્રકારનું માઇંડફુલનેસ યોગા હોય છે જે શરીરમાં સકારાત્મક ઉર્જાને એકત્રીત કરે છે.

ટીનેજરમાં ડિપ્રેશનની સમસ્યા દૂર કરે છે
ટીનએજર્સને લાગે છે કે દુનિયાની તમામ સમસ્યા તેમની જ પાસે છે. તેઓ ખૂબ જ તણાવમાં રહે છે. જો તેઓ નિયમિતપણે મેડિટેશન કરે તો તણાવ દૂર થશે અને ખુશ રહેશે.

વજન ઘટાડવામાં સહાયક
મેડિટેશન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. એક સર્વે અનુસાર, આ વાત સામે આવી છે કે જે લોકો વજન ઘટાડવાના ઇચ્છુક હોય તેઓ જો મનથી મેડિટેશન કરે તો તેઓ આનો લાભ લઇ શકે છે.

ઊંઘ આવવામાં મદદરૂપ
જો કોઇને અનીંદ્રાની સમસ્યા હોય તો ચોક્કસ મેડિટેશન કરે. મેડિટેશન કરવાથી મૂડ અને ઇમોશન કંટ્રોલમાં રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
