જાણો વાયગ્રા વિશે નવી માહિતી, અભ્યાસમાં સામે આવ્યા આશ્ચર્યજનક પરિણામો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાયગ્રા લેવાથી માત્ર નપુંસકતાને ફાયદો થાય છે, પરંતુ અલ્ઝાઈમરનું જોખમ પણ ઘટાડી શકાય છે.
વોશિંગ્ટન : અમેરિકાના વૈજ્ઞાનિકોએ વાયગ્રાના ફાયદા વિશે નવી માહિતી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાયગ્રા લેવાથી માત્ર નપુંસકતાને ફાયદો થાય છે, પરંતુ અલ્ઝાઈમરનું જોખમ પણ ઘટાડી શકાય છે. યુએસમાં ક્લેવલેન્ડ ક્લિનિકના સંશોધકોએ છ વર્ષ સુધી 7 મિલિયન અમેરિકનોના તબીબી ડેટાની તપાસ કરી અને ટ્રેક કર્યો હતો.
પરિણામો દર્શાવે છે કે, જે યુવાનોએ વાયગ્રા લીધી હતી, તેમને અલ્ઝાઈમર થવાની શક્યતા 69 ટકા ઓછી હતી, જેઓ ડ્રગનો ઉપયોગ કરતા ન હતા.

તે કેવી રીતે કામ કરે છે?
વૈજ્ઞાનિકોના મતે નપુંસકતા અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતું સિલ્ડેનાફિલ અલ્ઝાઈમર સામે પણ અસરકારક છે.
મુખ્ય સંશોધક ડૉક્ટર ફેઇક્સિયાંગચેંગે જણાવ્યું હતું કે, આ દવા અલ્ઝાઈમરને અટકાવી શકે છે, પરંતુ તે વાસ્તવમાં અલ્ઝાઈમરને ઠીક કરી શકે છે કે નહીં, તે હજૂ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ વિવિધ લેબપ્રોજેક્ટ્સના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે મગજના કોષોની વૃદ્ધિમાં વધારો કરી શકે છે અને મગજમાં હાનિકારક પ્રોટીનનું નિર્માણ અટકાવી શકે છે.

અલ્ઝાઈમર બની રહી છે એક મોટી સમસ્યા
આજના યુગમાં અલ્ઝાઈમર એક મોટી સમસ્યા બની રહી છે. યુકેમાં અડધા મિલિયનથી વધુ લોકો તેનાથી પીડાય છે, આ આંકડો 2040 સુધીમાં 1.6 મિલિયન સુધીપહોંચવાની અપેક્ષા છે.
યુએસમાં 6 મિલિયનથી વધુ લોકોને અલ્ઝાઈમર છે, જ્યાં આગામી 20 વર્ષમાં દર બમણા થવાની ધારણા છે. અત્યારે તેનો કોઈ ઈલાજ નથીપણ અમુક સુધારા માટે દવાઓ છે.

અલ્ઝાઈમરના કારણે
કેટલાક લોકોને અલ્ઝાઈમર કેમ થાય છે, તે હજૂ સ્પષ્ટ નથી, પરંતુ આનુવંશિક પરિબળો, ધૂમ્રપાન અને વધારે વજન મુખ્ય કારણોમાં છે.
અલ્ઝાઈમર રોગના દર્દીઓમાંમગજમાં રક્ત પરિભ્રમણ પણ ઓછું થાય છે, જેના કારણે ચેતા કોષો મૃત્યુ પામે છે.
સિલ્ડેનાફિલ રક્તવાહિનીઓને ફેલાવવા અને જનનાંગોમાં રક્ત પરિભ્રમણનેપ્રોત્સાહન આપવા માટે જાણીતું છે, નિષ્ણાતો માને છે કે, તે મગજમાં રક્ત પરિભ્રમણને પણ સુધારી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
