Myths about Alcohol : દારૂ સાથે જોડાયેલી માન્યતા કેટલી સાચી? જાણો સચ્ચાઇ
Myths about Alcohol : આલ્કોહોલ પીવું આરોગ્ય માટે નુકસાનકારક છે, આલ્કોહોલનું સેવન કરવું એ સારુ છે કે, ખરાબ? મહિલા અને પુરૂષ એક જ માત્રામાં દારૂનું સેવન કરી શકે છે, વગેરે સવાલોનો જવાબ તમારા મનમાં પણ ચાલતા હશે.
આલ્કોહોલ સાથે જોડાયેલા ઘણા સવાલોથી ઘણા ભ્રામક ખ્યાલો અને માન્યતાઓ પણ ઉભી થઇ ગઇ છે. આ અહેવાલમાં આપણે દારૂ સાથે જોડાયેલા ભ્રામક ખ્યાલો અને તેની સચ્ચાઇ વિશે જાણીશું.

ઘણા લોકો દારૂ પીવાનું બહાનું શોધે છે, અને જો તમે તેમને રોકો છો, તો તેઓ ઘણીવાર દારૂની તરફેણમાં અને દારૂ પીવાના ફાયદા ગણાવવા લાગે છે, પરંતુ એનાથી એ સાબિત થતું નથી કે, દારૂ સારી વસ્તુ છે. આલ્કોહોલ વિશેના કેટલાક સત્યો અને તેમના વિશેની સૌથી લોકપ્રિય માન્યતાઓ જણાવવામાં આવી છે.
ભ્રામક ખ્યાલ : હેંગઓવરથી છુટકારો મેળવવા માટે કોફી શ્રેષ્ઠ વિકલ્પ છે -
સચ્ચાઇ : હેંગઓવરથી છુટકારો મેળવવા માટે આપણે ઘણી વાર ઠંડા પાણીના શાવર અથવા બ્લેક કોફીને સૌથી સરળ ઉપાય માનીએ છીએ, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. કોફી લોહી પર આલ્કોહોલની અસરને ઓછી કરતી નથી અને ઠંડા પાણીથી સ્નાન કરવાથી દારૂની અસર ઓછી થતી નથી, બલ્કે ઇન્દ્રિયો સજાગ બને છે. હેંગઓવર માટે લીંબુ સરબત સારો વિકલ્પ છે.
ભ્રામક ખ્યાલ : જૂની વાઇન વધુ સારી છે?
સચ્ચાઇ : કેટલીક શ્રેષ્ઠ વાઇન્સ સેંકડો વર્ષ જૂની હોવા છતાં, મોટાભાગની વાઇન્સ એક કે બે વર્ષમાં પીવાની હોય છે. તેમને લાંબા સમય સુધી રાખવાથી ન તો તેમની ગુણવત્તામાં સુધારો થશે કે, ન તો તેના સ્વાદમાં કોઇ તફાવત થતો નથી.
ભ્રામક ખ્યાલ : પીતા પહેલા ખોરાક ખાવાથી તમને નશામાં આવવાથી બચાવે છે?
સચ્ચાઇ : આલ્કોહોલ પેટના અસ્તર દ્વારા લોહીના પ્રવાહમાં શોષવાનું શરૂ કરે છે. આ ભરેલા પેટ પર થોડું ધીમેથી થશે, પરંતુ તમારું પેટ ખાલી થતાં જ આ પ્રક્રિયા ઝડપી થઈ જશે. કોઈ પણ સંજોગોમાં તમે દારૂના પ્રભાવ હેઠળ આવશો. એટલે કે ભૂખ્યા પેટે નશો વધુ ચડે છે, અને જમ્યા બાદ દારૂનું સેવન કરવાથી નશો ચડતા વાર લાગે છે.
ભ્રામક ખ્યાલ : ક્યારેક ક્યારેક પીવું નુકસાન કરતું નથી?
સચ્ચાઇ : દરરોજ દારૂની ભલામણ કરેલી મર્યાદા સ્ત્રીઓ માટે એક પેગ અને પુરુષો માટે બે પેગ છે. જો કોઇ અઠવાડિયાના દિવસોમાં પીતા નથી અને શનિ-રવિમાં બોટલ બાદ બોટલ ખોલતા રહે છે, તો તે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
ભ્રામક ખ્યાલ : બીયર પીવાથી હેંગઓવર નથી થતું?
સચ્ચાઇ : કેટલાક લોકો માને છે કે, બીયર પીવાથી ક્યારેય હેંગઓવર થતો નથી. વાસ્તવમાં આખી રમત આલ્કોહોલના કન્ટેન્ટ અને આલ્કોહોલ વિવિધતાની છે. આપણે જે પણ આલ્કોહોલ પીએ છીએ, તે આપણી રક્તવાહિનીઓમાંથી પસાર થાય છે અને આપણા લોહીમાં ભળી જાય છે. મગજ, કિડની, ફેફસાં અને લીવરને અસર કરે છે. આલ્કોહોલના સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યકૃત તમામ આલ્કોહોલને પચાવી શકતું નથી. તેથી જ્યારે તમે બીજા દિવસે સવારે ઉઠો છો, ત્યારે તમને માથાનો દુખાવો, થાક, ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે.
ભ્રામક ખ્યાલ : શું ડાર્કર આલ્કોહોલિક ડ્રિંક આરોગ્યપ્રદ છે?
સચ્ચાઇ : ડાર્કર આલ્કોહોલિક, જેમ કે રેડ વાઇન અને ડાર્કર બીયર, વધુ એન્ટીઑકિસડન્ટો ધરાવે છે, પરંતુ તેમાં વધુ કન્જેનર પણ હોય છે. કન્જેનર્સ એ ઝેરી પદાર્થો છે, જે વાઇન ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રચાય છે. વધુમાં ડાર્કર આલ્કોહોલમાં પણ વધુ કેલરી હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
