Men Health Tips : ડિપ્રેશનથી છૂટકારો મેળવવા પુરુષો કરે લાઈફસ્ટાઈલમાં આ બદલાવ
ડિપ્રેશનના કારણે વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં ડિપ્રેશનથી બચવા માટે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરવો જોઈએ.
Men Health Tips : પુરૂષોએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ સાથે ખરાબ લાઇફસ્ટાઇલમાં સુધારો કરવાની જરૂર છે. આવા સમયે પારિવારિક અને આર્થિક બાબતોને કારણે પુરૂષો ડિપ્રેશનનો શિકાર થઇ જાય છે. ડિપ્રેશનને કારણે ભૂખ અને ઉંઘ પર પણ અસર થાય છે.

આ સિવાય ડિપ્રેશનના કારણે વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં ડિપ્રેશનથી બચવા માટે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરવો જોઈએ.
જીવનશૈલીમાં કરો આ ફેરફારો
ઘણી વખત ડિપ્રેશનનું કારણ માનસિક સમસ્યા હોય છે. કદાચ તમારા અંગત કે વ્યાવસાયિક જીવનમાં દબાણને કારણે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું હોય. આવા સમયે તણાવથી બચવા માટે ના કહેતા શીખો. ઉલ્લેખનીય છે કે, ઘણી વખત આપણે એવી વસ્તુઓ પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેની સાથે આપણે સહમત નથી હોતા. ડિપ્રેશનનું આ એક મોટું કારણ છે.
પોતાની જાતને લખો ચિઠ્ઠી
ડિપ્રેશનના લક્ષણોથી બચવા માટે પુરુષોએ પોતાના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ભાગદોડ ભરેલી જિંદગીમાં તમારે તમારા માટે થોડો સમય કાઢવો જોઈએ. આ માટે તમારે તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ, સ્વસ્થ આહાર લેવો જોઈએ. આ સિવાય એવી વસ્તુઓને તમારા જીવનનો એક ભાગ બનાવો, જેમાં તમને મન થાય. પોતાના પર ધ્યાન કેન્દ્રીત કરવાથી મૂડ સારો રહે છે. આ માટે તમારે તમારી જાતને ચિઠ્ઠી લખવી જોઇએ.
મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો
ઘણી વાર કામના કારણે પુરુષો પોતાના મિત્રો અને પરિવારને સમય નથી આપી શકતા, જેના કારણે પુરુષો હતાશ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે પરિવાર સાથે વધુને વધુ સમય પસાર કરવો જોઈએ. બીજી બાજુ જો તમે એકલતા અનુભવો છો, તો મિત્રો સાથે સમય વિતાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
