આપના ઓફિસ ડેસ્ક પર રાખો આ લકી પ્લાંટ!
એ વાત આપણે સૌ જાણીએ છીએ કે ઘરની અંદર જો લીલા છોડવાઓ રાખવાથી આખો ઓરડો ફ્રેશ થઇ જાય છે. લીલા છોડવાઓને રોપવાથી દિલ અને દિમાગ બંને ખુશ રહે છે અને સાથે ઓરડો પણ સુંદર દેખાય છે. આ જ રીતે શું આપે ક્યારેય એવું વિચાર્યું છે કે ઓફિસમાં પણ છોડ હોય તો કેટલું સારું રહે. ઓફિસ એક એવી જગ્યા છે જ્યાં આપ આપના દિવસનો અડધાથી વધારે સમય વિતાવો છો. આ દરમિયાન આપને સ્ટ્રેસ, ટેંશન અને તણાવમાંથી પસાર થવું પડે છે.
તો સમય આવી ગયો છે કે આપ એક નાના પરિવર્તનમાંથી પસાર થાવ, જે આપના ઓફિસ જીવનમાં થોડું પરિવર્તન લાવી શકે. પ્રયત્ન કરો કે આપ જ્યાં બેસો છો ત્યાંના ડેસ્ક પર એક છોડ રાખી દો. છોડ કેવું અને કયું હોવું જોઇએ, એ વાત પર થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. માનવામાં આવે છે કે એવા ઘણા ઇનડોર પ્લાંટ છે, જેને ઘર અથવા ઓફિસ ડેસ્ક પર મૂકવાથી પોઝિટિવ એનર્જી મળે છે અને કાર્યમાં સફળતા મળે છે. આજકાલ તો ઓફિસમાં છોડ રાખવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી ગયું છે.
જો આપ પણ આપની ઓફિસ ડેસ્કને છોડથી સજાવવા માગતા હોવ તો, કોઇ જેવોતેવો છોડ લગાવવાને બદલે લકી પ્લાંટ લગાઓ જેમાં આપનું કિસ્મત ચમકી ઉઠે. આવો જાણીએ કંઇક એવા જ પ્રકારના છોડ અંગે...

બાંબુ
ફેંગ શૂઇના અનુસાર બાંબુનો છોડ રાખવાથી કિસ્મત અને પૈસા આવે છે. આને ડેસ્ક પર રાખવાથી માનસિક તણાવ ઓછો થાય છે. કલાત્મક પ્રતિભા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

જેડ પ્લાંટ
તેને પોતાના ડેસ્ક પર રાખો કારણ કે આ ઓફિસમાં સમૃદ્ધિ વધારે છે. એનો અર્થ એ છે કે આ જે રીતે વધે છે એ જ રીતે આપને પણ ઓફિસમાં વધવાની તક અપાવશે.

એરીકા પાલ્મ
ખૂબ જ સુંદર દેખાનાર આ છોડ હંમેશા ઘરોની અંદર લગાવવામાં આવે છે, જેને આપ પોતાના ઘરોમાં પણ રાખી શકો છો. આનાથી રૂમની અંદરની હવા શુદ્ધ થઇ થાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે.

ચાઇનીઝ મની ટ્રી
આ છોડનું નામ પચીરા એક્વાટિક છે. આ છોડ ફેંગ શુઇ હિસાબે સૌથી સારુ માનવામાં આવે છે.

મોથ ઓર્કિડ
આ ફૂલ ગોળાની સામે ઉડતા કિડા જેવા દેખાય છે. જેનાથી આપણે એવી પ્રેરણા મળે છે કે આપણે ક્યારે અંધારામાં ખચકાઇશું નહી, અને પ્રકાશની પાસે જવાથી ડરીશું નહી.

મની પ્લાંટ
આ ખૂબ જ સામાન્ય પ્લાન્ટ છે. આ આપના માટે લકી સાબિત થઇ શકે છે, કારણે તે સારા સ્વાસ્થ્ય, લાંબા જીવન, પૈસા અને સમૃદ્ધિ લાવવાના સંકેત આપે છે. આ આપના જીવનમાં રૂપિયાનિ ભરમાર કરશે.

સ્નેક પ્લાંટ
કહેવામાં આવે છે કે સ્નેક પ્લાંટ પોતાની ચારેય બાજુથી ઝેરીલી ગેસને ખેંચી લે છે. આ તમારી અને પ્રાકૃતિક સાફ હવા ફેલાવવામાં મદદ કરશે.

ડ્રાસાઇના
આ આપની ઓફિસ માટે ખૂબ જ સારું સાબિત થઇ શકે છે કારણ કે ફેંગ શુઇ અનુસાર તેમાં લાકડી અને આગના તત્વ છે. જે તમારી ઉર્જાને પ્રોત્સાહિત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
