બ્રેસ્ટ સાથે જોડાયેલા 21 મહત્વપૂર્ણ અને રસપ્રદ તથ્યો!
હાલમાં જ એક સર્વેક્ષણમાં માલૂમ પડ્યૂ છે કે 74 ટકા પુરુષ જ્યારે કોઇ મહિલાને જુવે છે તો, સૌથી પહેલા તેમની નઝર તેમના ચહેરા પર પડે છે, ત્યારબાદ તેમના ગળા પર અને પછી તેમના બ્રેસ્ટ એટલે કે તેમના સ્તન પર. આવા લેખ ઇન્ટરનેટ પર ખૂબ જ મજા લઇને વંચાય પણ છે. આ જ કારણ છે કે મહિલાઓ આ સંબંધમાં કોઇ વાત કરવાથી પણ ખચકાય છે, ખાસ કરીને હિન્દુસ્તાનમાં. પરંતુ સાચુ પૂછો તો કોઇપણ વાતને આપણે હળવાશથી ના લેવી જોઇએ.
જો આપ મહિલા છે તો આ લેખને ચોક્કસ વાંચો, જેથી આવનારા સમયમાં આપ બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીથી દૂર રહી શકો, જો આપ પુરુષ છો, તો આપ આપની પત્નીને તો જરૂર આ બીમારીથી દૂર રાખી શકશો, અને હા, સાથે સાથે આપને આવા તથ્યો અંગે જાણકારી પણ મળશે, જે આપે કદાચ જ સાંભળી હશે.
અમે આ લેખમાં સ્તન સાથે જોડાયેલ તથ્યો પર ચર્ચા કરીશી, જે સર્વેક્ષણો, સ્વાસ્થ્ય સંગઠનોની રિપોર્ટ, ડોક્ટરોની સલાહ, વગેરે પર આધારિત છે અને આમાં આપને ભારતની મહિલાઓ સાથે જોડાયેલ કેટલાંક એવા તથ્યો માલૂમ પડશે જેના અંગે આપ બિલકૂલ નહીં જાણતા હોવ. સ્લાઇડરમાં જુઓ બ્રેસ્ટ સાથે જોડાયેલી મહત્વના અને રસપ્રદ તથ્યોને...

મહિલાઓ ખરીદે છે મોટી બ્રા
લિંગેરી ટીટેલર ઇંટીમેસી દ્વારા કરાવવામાં આવેલા સર્વે અનુસાર 48 ટકા મહિલાઓ પોતાની સાઇઝ કરતા એક અથવા બે ઇંચ મોટી બ્રા પહેરે છે.

બ્રાની ખોટી સાઇઝ
ઇંટીમેસીના સર્વેક્ષણ અનુસાર 85 ટકા મહિલાઓ ખોટી સાઇઝની બ્રા પહેરે છે.

પોતાના સ્તનથી સંતોષ નહીં
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સેક્સ્યુઅલ હેલ્થના સર્વેક્ષણ અનુસાર 70 ટકા યુવતીઓ પોતાના સ્તનની સાઇઝથી ખુશ નથી હોતી.

ઉત્તેજિત થવાનો ઉપાય
વર્ષ 2006માં કરવામાં આવેલા સર્વે અનુસાર 82 ટકા યુવતીઓ જણાવ્યું છે કે તેઓ સ્તન સ્પર્શ કે સ્તનમર્દન દ્વારા જ શારિરીક સંબંધ માટે ઉત્તેજિત થાય છે.

વધારે દોડવાથી દુ:ખાવો
મહિલાઓ માટે વધારે દોડવું દુ:ખાવો પેદા કરી શકે છે. યૂનાઇટેડ કિંગડમના એક અહેવાલ અનુસાર મોટાભાગની મહિલા એથલીટ્સને બ્રેસ્ટમાં હંમેશા દુ:ખાવાની ફરિયાદ જોવા મળી છે.

દુનિયાના સૌથી મોટા બ્રેસ્ટ
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર દુનિયાના સૌથી મોટા બ્રેસ્ટવાળી મહિલાના બ્રેસ્ટની સાઇઝ 5.38 ફૂટ એટલે કે 70 ઇંચ છે.

કોસ્મેટિક સર્જરી
છેલ્લા 10 વર્ષોમાં બ્રેસ્ટની કોસ્મેટિક સર્જરી કરાવવાનું ચલણ વધ્યું છે. વર્ષ 2011માં માત્ર અમેરિકામાં જ 286,000 યુવતીઓએ સર્જરી કરાવી છે. હવે તો ભારતમાં દિલ્હી, બેંગલોર અને લખનઉ સુધીના શહેરો સુધી થઇ રહી છે. જેમાં માત્ર 35થી 50 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

આત્મહત્યાનો ખતરો
કેનેડાની લવાલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અધ્યયન અનુસાર બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવનાર મહિલાઓમાં આત્મહત્યા કરવાનો ભય 73 ટકા વધારે રહે છે.

ડાબો સ્તન મોટો
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ એ વાત સિદ્ધ થઇ ચૂકી છે કે મોટા ભાગે મહીલાઓમાં ડાભો સ્તન જમણાની તુલનામાં મોટો હોય છે.

બ્રેસ્ટ મિલ્કમાં કેન્સરની દવા
એવા કેન્સર, જેમાં પુરુષોને એસ્ટ્રોજેનની જરૂર પડે છે, તેમના માટે બ્રેસ્ટ મિલ્ક વરદાન રૂપ સાબિત થઇ શકે છે. એવામાં દર્દીઓને બ્રેસ્ટ મિલ્ક પીવાની સલાહ પણ આપવામાં આવે છે.

બાળકને બીમારીથી બચાવે છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ એ સલાહ આપે છે કે ઓછામાં ઓછા એક વર્ષ સુધીના બાળકોને માતાનું દૂધ ચોક્કસ આપવું જોઇએ. કારણ કે તે બાળકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, અને ઇમ્યૂનિ સિસ્ટમ મજબૂત કરે છે, એટલે કે બિમારીઓથી લડવામા શક્તિ આપે છે.

બ્રેસ્ટ સાથે જોડાયેલ ખોડી ધારણા
સામાન્ય રીતે લોકોમાં એવી ધારણા હોય છે કે જે મહિલાઓના બ્રેસ્ટ નાના હોય છે તેમના બાળકોને માતાનું દૂધ ઓછું મળે છે અને મોટા સ્તનવાળી સ્ત્રી બાળકોને વધારે દૂધ આપી શકે છે. આ ધારણા સંપૂર્ણ રીતે ખોટી છે.

બ્રેસ્ટની સાઇઝ ઘટતી-વધતી રહે
અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં થયેલા એક અધ્યયન અનુસાર મહિલાઓના સ્તનની સાઇઝ દરેક કલાકે ઘટતી વધતી રહે છે, ક્યારેક મીનીટ મીનીટે પણ. પરંતુ પરિવર્તન એટલું સુક્ષ્મ હોય છે કે માલૂમ પડતું નથી.

અમીરી-ગરીબી અને બ્રેસ્ટ
પ્રસિદ્ધ મેગેઝીને સાઇકોલોજી ટૂડે દ્વારા કરાવેલા સર્વેક્ષણમાં શોધાયું છે કે ગરીબ પુરુષોને મોટા સ્તન વદારે પસંદ હોય છે, જયારે અમીર પુરુષોને નાના સ્તન વધારે પસંદ હોય છે. અત્રે પસંદનો અર્થ આકર્ષણ સાથે છે.

ખાલી પેટની સ્તનની વાત
સાઇકોલોજી ટૂડેના અધ્યયન અનુસાર જો પુરુષ ખાલી પેટ છે તો તેને બ્રેસ્ટની વાત કરશો તો તે મોટા સ્તન તરફ વધારે આકર્ષિત થશે અને જ્યારે ભરેલા પેટે પુરુષ મોટા સ્તન તરફ આકર્ષિત થશે.

મોટા બ્રેસ્ટના આકર્ષણ
સાઇકોલોજી ટૂડેના અધ્યયન અનુસાર જે પુરુષ પિતા બનવામાં રસ નથી રાખતો તે મોટા સ્તન તરફ વધારે આકર્ષિત થાય છે.

શહેરી મહિલાઓ અને બ્રેસ્ટ કેન્સર
કેન્સર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ અનુસાર ગ્રામીણ મહિલાઓની તુલનામાં શહેરી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધારે રહે છે.

ભારતની સ્થિતિ
ભારતમાં 50 ટકા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની જાણ ત્યારે થાય છે જ્યારે તે કેન્સરના ત્રીજા અથવા ચોથા સ્ટેજ પર પહોંચી ચૂકી હોય છે. એટલે કે એટલે કે મૃત્યુનો ભય ઘણો વધી ચૂક્યો હોય છે.

40 વર્ષની ઉપર મહિલાઓ
બ્રેસ્ટ કેન્સરનો ખતરો 40 વર્ષની ઉંમર બાદ વધી જાય છે. અત્યાર સુધી રીપોર્ટ કેસેસમાં 90 ટકા લોકોની ઉંમર 40થી વધારે મળી આવી આવી છે.

5 વર્ષથી વધારે નથી રહેતું જીવન
પીબીસીઆરના રિપોર્ટ અનુસાર ભારતમાં બ્રેસ્ટ કેન્સરની જાણ થયા બાદ 60 ટકા મહિલાઓ રોગની જાણ થયાના 5 વર્ષ સુધી પણ જીવીત નથી રહી શકતી.

બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ઓછી
આ વાત સ્વાસ્થ્ય નિષ્ણાંત પણ માને છે કે ભારતમાં બ્રેસ્ટ કેન્સરને લઇને મહિલાઓમાં ખૂબ જ ઓછી જાગૃતિ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
