કારમાં બેસીને કેટલો સમય બાદ એસી ચાલુ કરવુ જોઈએ? જાણો શું કહે છે એક્સપર્ટ?
આ દિવસોમાં ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો એસીનો સહારો લે છે. હવે લોકો કારનો દરવાજો ખોલતાની સાથે જ સૌથી પહેલા એસી ચાલુ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે આ જોખમી છે. આજે અમે તમને જણાવીશું કે કારમાં બેસીને તમે કેટલા સમય પછી એસી ચાલુ કરવુ જોઈએ?

નિષ્ણાતો અનુસાર, કારમાં બેઠા પછી તરત જ એસી ચાલુ ન કરવું જોઈએ. આમ કરવાથી કારમાં બેઠેલા લોકોના ફેફસાને નુકસાન થાય છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે તમારી કાર બહાર તડકામાં પાર્ક કરો અને થોડી વાર પછી કારમાં બેસો.
આ સમય દરમિયાન કાળઝાળ ગરમીના કારણે લોકો તાત્કાલિક એસી ચાલુ કરીને રાહત મેળવવા માંગે છે. પરંતુ જ્યારે કારની અંદરનું તાપમાન તમારા ફેફસાંના નિયમિત તાપમાન કરતા વધારે હોય ત્યારે આ સમય દરમિયાન તરત જ AC ચાલુ કરવાથી ફેફસાં સુકાઈ શકે છે.
નિષ્ણાતો અનુસાર, તડકામાં પાર્ક કરેલી કારમાં બેઠા પછી બારીઓ નીચી કરવી જોઈએ અને અંદરનું તાપમાન સામાન્ય થાય ત્યાં સુધી 5 મિનિટ રાહ જોવી જોઈએ. આ પછી AC ને ફરી ચાલુ કરવું જોઈએ.
કારની અંદરની હવા માત્ર શુષ્ક જ નહીં પરંતુ ધૂળવાળી પણ હોય છે. જો એસી વેન્ટને નિયમિત રીતે સાફ કરવામાં ન આવે તો ધૂળ જમા થવાની શક્યતા વધી જાય છે. આવી દૂષિત હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી છીંક આવવી, એલર્જી, નાક અને ગળામાં શુષ્કતા અને અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વાહનની અંદરની હવાની ગુણવત્તા તે કારની બ્રાન્ડ પર પણ નિર્ભર કરે છે. પ્રીમિયમ વાહનોમાં ક્લીનર વેન્ટ્સ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ ટેક્નોલોજી હોય છે. કારના રેગ્યુલર મોડલમાં એર કંડિશનર ચાલુ હોય ત્યારે કેમિકલ છોડવાનું જોખમ રહેલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
