Health Tips : માઇગ્રેનની સમસ્યાથી છો પરેશાન, આ રીતે મળશે રાહત
Migraine : આજના સમયમાં માથાના દુઃખાવાની સમસ્યાને કારણે લોકો પરેશાન રહે છે. દરેક વ્યક્તિને માથાનો દુઃખાવો થવાના અલગ અલગ કારણો હોય શકે છે. કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ માથાનો દુઃખાવો થવા લાગે છે.
Health Tips : વર્તમાન સમયમાં તણાવને કારણે લોહીનું ઉચું દબાણ અને માઇગ્રેનની સમસ્યા રહે છે. માઇગ્રેનને કારણે માથામાં હળવો દુઃખાવો તો ક્યારેક આ દુઃખાવો અસહ્ય બની જાય છે.
માઇગ્રેનના કારણોમાં શરદી, ઉધરસ, માનસિક તણાવ, નસોમાં ખેંચાણ, થાક, કબજિયાત, નશો, લોહીની ઉણપ વગેરેનો સમાવેશ થાય છે.
જો તમે માઇગ્રેનના દર્દી છો અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે તમારા રોંજીદા ખોરાકમાં આ 5 વસ્તુને શામેલ કરવી જોઇએ.

ડાર્ક ચોકલેટ ખાઓ
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે હોર્મોનલ અસંતુલનની સમસ્યાનેદૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી સોજો પણ ઓછો થાય છે. જો તમને નિયમિત સમયાંતરે માથાનો દુઃખાવો થતો હોય, તો ડાર્કચોકલેટ ચોક્કસ ખાઓ.

કેળા ખાઓ
કેળાનું સેવન કરવાથી શરીરમાં તરત જ ઉર્જાનો સંચાર થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. પોટેશિયમ યુક્ત ખોરાકખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આવા સમયે મેગ્નેશિયમયુક્ત ખોરાક ખાવાથી બ્લડ સુગર અને માઇગ્રેનને નિયંત્રિત કરવામાંમદદ મળે છે. આ માટે માઈગ્રેનની સમસ્યા હોય, તો કેળાનું સેવન કરી શકાય છે. જો તમે ઇચ્છો તો કેળાને રોજીંદી ડાયટમાં શામેલ કરી શકો છો.

સી ફુડ ખાઓ
જો તમે માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા ઈચ્છો છો, તો દરિયાઈ ખોરાક એટલે કે સી ફુડને ડાયટમાં અવશ્ય શામેલ કરો. આ માટે અઠવાડિયામાં બે વાર ટુના, સેલ્મોન ફિશ સહિત સી ફૂડ ખાઓ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે માઈગ્રેનમાં મદદરૂપ સાબિત થાય છે.

બદામ ખાઓ
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે રોજ બદામ ખાઓ. તેનાથી મેમરી પાવર વધે છે. આ સાથે જ મગજ તેજ બને છે. તેમાં મેગ્નેશિયમ જોવા મળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે. આ માટે માઈગ્રેનના દર્દીઓને બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.

આમળાનો રસ પીવો
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે આમળાના રસનું સેવન પણ કરી શકો છો. તેમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે, જેમાઈગ્રેનમાં ફાયદાકારક છે. આ માટે માઈગ્રેનના દર્દીઓએ આમળા અથવા એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
