Health Tips : ઉનાળામાં જરૂર પીવો કેરીનો રસ, મળશે ગજબના આરોગ્ય લાભ
Health Tips : ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળો એટલે બળબળતી બપોર અને કેરીની જયાફતની મોજ માણવાની ઋતુ.
મોટાભાગના લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. કેરીના દિવાના લોકો તો ત્રણેય ટાઇમ જમવા સાથે કેરી ખાય છે. આવામાં કેરીનો રસ પીવાના શોખીન હોય છે. કેરીનો રસ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્યની રીતે પણ ઘણો લાભદાયી છે.

જો તમે કેરીના રસનું રોજ સેવન કરો છો, તો તમારા શરીરને ઘણા ફાયદા થાય છે. કારણ કે, તેમાં પોટેશિયમ, ફાઈબર અને વિટામિન સી જેવા તત્વો હોય છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. બીજી તરફ જો તમે વજન વધારવા માંગતા હો, તો તમે દરરોજ કેરીનો રસ પી શકો છો.
મજબૂત રહે છે પાચનતંત્ર - ઉનાળાની ઋતુમાં કેરીનો રસ પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. આ સાથે તમારું પેટ પણ ઠંડુ રહે છે. કારણ કે, તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.
વજન વધારવામાં મદદરૂપ - ઘણા લોકો કુપોષણ અને ઓછા વજનનો શિકાર બની જાય છે, હા, તેઓ જે પણ ખાય છે, તેમના શરીરને તે લાગતું નથી. આવી સ્થિતિમાં તમે કેરીના રસનું સેવન કરી શકો છો. કેરીમાં પ્રાકૃતિક ગ્લુકોઝ હોય છે, જે એનર્જી લેવલ વધારવાનું કામ કરે છે. આવામાં જો તમારે વજન વધારવું હોય, તો કેરીના રસમાં દૂધ મિક્સ કરીને પીવો.
આંખો માટે ફાયદાકારક છે - કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં જો તમે ઉનાળામાં દરરોજ કેરીના રસનું સેવન કરો છો, તો આંખો સ્વસ્થ રહે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી આંખોને લગતી બીમારીઓને પણ ઓછી કરી શકાય છે. કારણ કે, તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની સુધારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
