Health Tips : આજે જ અપનાવો આ પાંચ ટીપ્સ કમર દર્દમાંથી મળશે રાહત
Health Tips: કમર દર્દને સામાન્ય ભાષામાં બેક પેઇન કહેવામાં આવે છે. જે આજના સમયમાં સર્વ સામાન્ય સમસ્યા છે. જેનું કારણે ખરાબ જીવનશૈલી અને કામને કારણે થઇ ગયેલું બેઠાળું જીવન જવાબદાર છે. આ સાથે કમર દર્દ માટે વિટામિન અને કેલ્શિયમની ખામીને કારણે અને બેસવાની ખોટી રીતને કારણે પણ કમર દર્દની ફરિયાદનું કારણ બને છે.
વર્તમાન સમયમાં મોટેભાગના લોકોમાં કમર દર્દ સમસ્યા 30 વર્ષની ઉંમર બાદ શરૂ થાય છે. કમરના દુઃખાવાના કારણે લોકો માટે ઉઠવું અને બેસવું મુશ્કેલ બની જાય છે. આ અહેવાલમાં આપણે કેટલીક એવી ટિપ્સ વિશે જાણીશું, જેને અપનાવ્યા બાદ તમને કમરના દુખાવાની ફરિયાદમાંથી છુટકારો મળી શકે છે.

કમર દર્દમાંથી રાહત મેળવવાના ઉપાય
ખુરશી પર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું જોઈએ, ધ્યાનમાં રાખો કે પીઠ અને હાથને ખુરશીનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. દર એક કલાક બાદ ખુરશી પરથી ઉઠવાનો પ્રયત્ન કરો, જેથી તમારા સ્નાયુઓ સારી રીતે કામ કરી શકે.
લેપટોપ અને ડેસ્કટોપ પર કામ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે કમ્પ્યુટર માઉસ 90 ડિગ્રીના ખૂણા પર હોવો જોઈએ. આવા સમયે, મોબાઇલનો ઉપયોગ કરતી વખતે તમારી ગરદન સતત ઝુકેલી ન રાખો, પરંતુ ફક્ત તમારી આંખો નીચી કરો.
કોઈપણ પ્રકારનું વજન ઉપાડતી વખતે ધ્યાન રાખો કે, તમે તેને આરામથી ઉપાડી શકો, ઘણી વખત ખોટી રીતે વજન ઉપાડ્યા બાદ ઘણા દિવસો સુધી કમરના દુખાવાની ફરિયાદ રહે છે.
સૂતા સમયે તમારે પડખું ફરીને સૂવું વધુ હિતાવહ રહે છે, આ સિવાય તમે પગ વચ્ચે ઓશીકું રાખીને પણ સૂઈ શકો છો. ઊંઘમાં માથાની નીચે ઊંચું ઓશીકું રાખવાનું પણ ટાળવું જોઈએ, જો તમને ઓશીકું રાખીને સૂવાની આદત હોય, તો પાતળા ઓશીકાનો ઉપયોગ કરવો જોઇએ.
ટીવી કે મૂવી જોતી વખતે તમારી બેસવાની મુદ્રાનું ધ્યાન રાખો. કલાકો સુધી ખોટી રીતે પલંગ પર બેસી રહેવાથી ઘણી વખત કમરમાં દુખાવો થવા લાગે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
