Health News : ચોમાસા દરમિયાન ગર્ભવતિ મહિલાઓ આ વાતનું રાખે ખાસ ધ્યાન, નહીં તો...
Monsoon Pregnancy Tips in gujarati : ગર્ભાવસ્થાએ દરેક સ્ત્રીના જીવનની સૌથી આનંદદાયક સમય હોય છે. જેમાં તે એક નવા જીવનું સર્જન કરે છે. ગર્ભાવસ્થામાં ઘણી સાવચેતી રાખવી પડે છે. ચોમાસાની ઋતુમાં ગર્ભવતિ મહિલાઓએ ખાસ કાળજી રાખવી પડે છે. જેમાં ક્યારેક તેમની નાની ભૂલ પણ મોટા પરિણામો તરફ દોરી શકે છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ગર્ભાવતિ સ્ત્રીઓએ તેમની જીવનશૈલી બદલવાને કારણે વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિરાકરણ સુધી દરેક બાબતમાં સાવચેતી રાખવી અતિ મહત્વપૂર્ણ છે.

આવી સ્થિતિમાં આજે આ અહેવાલમાં આપણે ચોમાસા દરમિયાન ગર્ભવતિ મહિલાઓ માટે કેટલી ઉપયોગી ટિપ્સ વિશે જાણીશું, જેની મદદથી તમે આ ચોમાસાની ઋતુ દરમિયાન પોતાની સંભાળ રાખી શકો છો.
પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો - જો તમે ચોમાસામાં ગર્ભવતી હોય, તો તમારા શરીરમાં પાણીની પૂરતી માત્રા જાળીવી રાખો. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જે કારણે ડિહાઇડ્રેશનથી બચવા માટે, તમારે આખા દિવસમાં ખુબ પાણી પીવાની જરૂર રહે છે.
આ ઉપરાંત તમારે તાજા ફળોના રસ, નારિયેળ પાણી અને હર્બલ ટી પણ પીવું જોઇએ. આ સાથે કેફીન અને સુગર ધરાવતાં પીણાં પીવાનું ટાળવું જોઇએ. કારણ કે, તે શરીરને ડિહાઇડ્રેડ કરી શકે છે.
સંક્રમણથી બચો - ચોમાસા દરમિયાન ચેપ લાગવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં તમે અને તમારા આવનારા બાળક બંનેની સુરક્ષા માટે વધુ સાવચેત રહો.
રોગોના ફેલાવાને રોકવા માટે, તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવા, ખાસ કરીને જમતા પહેલા. હવાવાળા છૂટક-ફિટિંગ કપડાં પણ પહેરવા, જંતુનાશકોનો ઉપયોગ કરવો અને તમારી પાથારીને શુષ્ક અને સ્વચ્છ રાખો.
પૌષ્ટિક ખોરાક ખાઓ - સગર્ભા સ્ત્રીઓ માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્યારે ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર ખાવાનો પ્રયાસ કરો, જેમાં પ્રોટીન, આખા અનાજ અને ફળો અને શાકભાજી વધુ હોય. આ ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાનમાં રાખો કે, તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તે તાજો, આરોગ્યપ્રદ રીતે તૈયાર કરેલો અને સંપૂર્ણ રીતે રાંધેલો હોવો જોઈએ. કાચો ખોરાક, સી ફૂડ કે સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો.
શારીરિક રીતે રહો એક્ટિવ - સગર્ભાવસ્થા દરમિયાન સક્રિય રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ વરસાદ દરમિયાન ચાલતી વખતે સાવચેત રહો. શારીરિક રીતે સક્રિય રહેવા માટે, તમે ઓછી તીવ્રતાની કસરત, ઘરની અંદર વોકિંગ, સ્વિમિંગ અથવા પ્રેગ્નન્સી યોગ કરી શકો છો. અકસ્માતો અથવા પડવાથી બચવા માટે, ભીની અથવા લપસણી સપાટી પર ચાલવાનું ટાળો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
