બીમારી નાશક ગુણોનો ભંડાર છે ગ્રીન ટી! ફાયદાઓ જાણી તમે પણ પીવી ચાલુ કરી દેશો
જ્યારે ફિટનેસ અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે ગ્રીન ટીના ફાયદા નકારી ના શકાય. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ હોવાના કારણે વિશ્વભરમાં તેનું ચલણ વધી ગયું છે. ગ્રીન ટી પર કરવામાં આવેલાં કેટલાય સંશોધનોએ તેના ઔષધીય ગુણોને ઉજાગર કર્યા છે.
વાચક મિત્રો ધ્યાન આપે, ભલે ગ્રીન ટીના કેટલાય બેનિફિટ્સ હોય, પરંતુ આ લેખમાં સામેલ કોઈપણ ફાયદાને મેડિકલ ટ્રીટમેન્ટ ના સમજવી. ગ્રીન ટીના ફાયદા માત્ર શારીરિક સમસ્યાથી બચાવ અને તેના પ્રભાવને અમુક અંશે ઘટાડવામાં સહાયક ભૂમિકા નિભાવી શકે છે.

જો હવે ફાયદાની વાત કરીએ તો ગ્રીન ટીના કેટલાય ફાયદા છે. ગ્રીન ટી જાડાપણું અને ડાયાબિટીસ ઘટાડવામાં મદદરૂપ બને છે અને સાથે જ કેન્સર જેવી ઘાતક બિમારીના જોખમથી બચવામાં પણ અમુક અંશે સહાયક થઇ શકે છે. ગ્રીન ટીના ફાયદા આંતરિક સ્વાસ્થ્યની સાથોસાથ ત્વચા અને વાળ માટે પણ કારગર થઇ શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. ગ્રીન ટીમાં રહેલ એન્ટી-ઑક્સીડેંટ, મેટાબૉલિજ્મને વધારી વજન ઘઠાડવામાં મદદ કરી શકે છે. એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત એક શોધ મુજબ ગ્રીન ટી પીવાની સાથે મધ્યમ તીવ્રતાના વ્યાયામ ફેટ ઑક્સીડેશન (ફેટ બર્નિંગ)ને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જેનાથી જાડાપણું ઘટે છે.
મસ્તિષ્ક માટે ગ્રીન ટી પીવાના ફાયદા
ગ્રીન ટીનું સેવન મસ્તિષ્ક માટે પણ લાભદાયક સાબિત થઇ શકે છે. આ વિષય પર કરવામાં આવેલ એક શોધમાં ગ્રીન ટી ચિંતા ઘટાડવાની સાથે જ મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં સુધારો કરી શકતી હોવાની વાત પણ સામે આવી છે. આ ઉપરાંત ગ્રીન ટી એકાગ્રતા વધારવામમાં પણ સકારાત્મક પ્રભાવ પ્રદર્શિત કરી શકે છે.
મુખના સ્વાસ્થ્ય માટે ગ્રીન ટીના લાભ
ગ્રીન ટીનું સેવન મોઢાના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય શકે છે. તેના સેવનથી મોઢાના સંક્રણથી બચાવ થઇ શકે છે. એક ભારતીય અધ્યયન મુજબ ગ્રીન ટી કૈટેચિન, પી. જિંજિવલિસ અને આવા જ અન્ય બેક્ટેરિયા જેવા કે- પ્રીવોટેલા ઈંટરમીડિયા અને પ્રીવોટેલા નિગ્રેસેંસને વધવાથી રોકી શકે છે. આ બેક્ટેરિયા મુખના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.
આની સાથે જ અન્ય એક શોધમાં જાણવા મળ્યું કે ગ્રીન ટી બેક્ટેરિયલ પ્લાકને નિયંત્રિત કરી દાંત ખરાબ થવાથી બચાવી શકે છે. ગ્રીન ટીમાં રહેલ પૉલીફેનોલ્સ એન્ટી-પ્લાક એજેંટની જેમ કામ કરી મોઢામાં પ્લાકને જામવાથી રોકી શકે છે. ગ્રીન ટીથી મોઢું ધોવું લાભદાયક સાબિત થઇ શકે છે.
ડાયાબિટીસ બચાવે છે ગ્રીન ટી
ગ્રીન ટી પીનાર વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા નહિંવત થઇ જાય છે. જાપાનમાં કરાયેલા એક શોધમાં જાણવા મળ્યું કે દરરોજ એક કપથી પણ ઓછી ગ્રીન ટી પીનાર લોકોની સરખામણીએ દરરોજ છ કે તથી વધુ કપ ગ્રીન ટીનું સેવન કરનાર વ્યક્તિમાં 33% ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો ઘટ્યો છે.
આ ઉપરાંત ઉંદરો પર કરાયેલ શોધમાં જાણવા મળ્યું કે, ગ્રીન ટીનું સેવન ઈંસુલિન સેંસિટિવિટીમાં સુધારો કરી શકે છે. ઉપરાંત તે ઈંસુલિન રેજિસ્ટેંસ અને હાઇપરગ્લાઇસીમિયાથી પણ બચાવ કરી શકે છે. સરળ ભાષામાં કહીએ તો ગ્રીન ટીમાં એન્ટી-ડાયાબિટિક ગુણ હોય છે જે લોહીમાં ગ્લૂકોઝના સ્તરને ઘટાડી ડાયાબિટીસના જોખમ ઘટાડી શકે છે.
કોલેસ્ટ્રોલ માટે ગ્રીન ટી ફાયદાકારક
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિપોર્ટ મુજબ ગ્રીન ટી નુકસાનકારક કોલેસ્ટ્રોલ, જેનાથી હ્રદયરોગ થવાની સંભાવના વધે છે, તેના સ્તરને ઘટાડી શકે છે. હાલ, મોટાભાગના અધ્યયન કૈટેચિન (ગ્રીન ટીમાં રહેલ પૉલીફેનોલ) યુક્ત કેપ્સૂલ પર કરવામાં આવ્યાં છે. સીધી રીતે તે કેટલીય ફાયદાકારક હશે તેના પર હજી વધુ સંશોધનો કરવાની જરૂર છે.
રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે
ગ્રીન ટીનું સેવન કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. તે શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવાની સાથોસાથ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં પણ મદદ કરી શકે છે.
અલ્ઝાઈમર માટે ગ્રીન ટીના ફાયદા
ગ્રીન ટીના સેવનથી કેટલીય માનસિક બીમારીઓનું જોખમ ઘટી જાય છે. અલ્ઝાઇમર એવી જ બીમારીઓમાંથી એક છે. આ બીમારીમાં દરરોજ વ્યક્તિની યાદશક્તિ ઘટવા લાગે છે અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. એવામમાં આ બીમારીથી બચવા માટે ગ્રીન ટીનું સેવન કરી શકાય છે.
કેન્સર માટે ગ્રીન ટીના ફાયદા
નેશનલ કેંસર ઈન્સ્ટિટ્યૂટ મુજબ પૉલીફેનોલ (કૈટેચિન) ચાના એન્ટી-કેન્સર ગુણો માટે જવાબદાર છે. તેમાંથી સૌથી ભરોસાપાત્ર ઈજીસીજી (epigallocatechin-3-gallate) છે. જે મુક્ત કણો સામે લડી શકે છે અને કોશિકાઓને ડીએનએ ક્ષતિથી બચાવી શકે છે. ગ્રીન ટીમાં રહેલા પૉલીફેનોલ ઈમ્યૂન સિસ્ટમની પ્રક્રિયાને પણ સરખી કરી શકે છે.
જાનવરો પર થયેલા અધ્યયન મુજબ ગ્રીન ટી અમુક ખાસ પ્રકારના કેન્સર (ફેફસાં, ત્વચા, સ્તન, લિવર, પેટ અને આંતરડા)ના જોખમથી બચાવ કરવામમાં મદદ કરી શકે છે. સાથે જ ગ્રીન ટી કેન્સર કોશિકાઓના પ્રસારને રોકવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે.
ગ્રીન ટી પીવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે આ લેખમાં આપણે વાત કરી. અહીં ઉલ્લેખ કરેલી એકેય બીમારી હોય તો પ્રાથમિકતા મેડિકલ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
