આદુવાળી ચા પીવાના આ રહ્યાં 8 ફાયદા
આદુવાળી ચા ફક્ત તમને સારી જ લાગતી નથી પરંતુ તે ઠંડી દરમિયાન ઘણી સમસ્યાઓમાંથી રાહત અપાવશે. એટલે કે આદુવાળી ચાને દવાના રૂપમાં પણ જોઇ શકાય છે.
એક વખત ચા બનાવ્યા પછી તમે આદુના સ્વાને છુપાવવા માટે તેમાં પિપરમેંટ, મધ અને લીંબુ મેળવી શકે છે. આવો તમને જણાવી દઇએ કે કેમ તમારે આદુવાળી ચાનું સેવન કરવું જોઇએ.

ઉબકામાંથી રાહત અપાવે
મુસાફરી કરતાં પહેલાં એક કપ આદુવાળી ચા પીવાથી મોશન સિકનેસ દ્વારા થનારી ઉલટી થશે નહી. સાથે જ ઉબકા વળતાં એક કપ ચા વડે તેનાથી રાહત મેળવી શકે છો.

પેટને રાખશે ફિટ
આદુવાળી ચા પાચનની પ્રક્રિયાને સારી બનાવવાની સાથે ફૂડના અબ્સોર્પ્શનને વધારે છે અને વધુ ખાધા પછી બ્લોટિંગની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

બળતરાને ઓછી કરશે
આદુમાં બળતરાને ઓછી કરવાનો ગુણ જોવા મળે છે, જેનાથી તે મસલ્સ અને સાંધાની સમસ્યાબો સારો ઘરેલૂ ઉપચાર બની જાય છે. આ ઉપરાંત આદુવાળી ચા પીવાથી સાંધાની બળતરામાં રાહત મળે છે.

શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો
ઠંડીના સમયમાં નાક બંધ થતાં આદુવાળી ચા ઘણી અસરકારક હોય છે. વાતાવરણની એલર્જીથી થનારી શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો.

બ્લડ સર્કુલેશનને સારું બનાવે
આદુવાળી ચામાં જોવા મળતા વિટામીન, મિનરલ્સ અને અમીનો એસિડ બ્લડ સર્કુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે, જેનાથી કાર્ડિયોવેસ્કુલર સમસ્યાની સંભાવના ઓછી થઇ જાય છે. સાથે જ આદુ અર્ટરી પર ફેટને જમા થતા અટકાવે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો થતો નથી.

માસિક ધર્મની પરેશાનીમાંથી આરામ અપાવે
જે મહિલાઓ માસિક ધર્મના ક્રેંપ સાથે ઝઝૂમી રહી છે, તે આદુવાળી ચાનું સેવન કરી શકે છે. એક ટુવાલને ગરમ આદુવાળી ચામાં ડુબાડી ઓઅર એબ્ડોમેન પર લગાવો. આ દુખાવામાંથી છુટકારો મળશે અને રિલેક્સ થશે. સાથે જ મધની સાથે આદુવાળી ચાનું સેવન કરો.

એમ્યૂનિટીને મજબૂત કરો
આદુમાં મોટી માત્રામાં એંટીએક્સિડેંટ જોવા મળે છે, જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.

તણાવમાંથી રાહત અપાવે
આદુવાળી ચામાં શાંત કરવાનો ગુણ જોવા મળે છે, જેથી તમારો તણાવ ઓછો થશે. આમ આદુના સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
