Hangover Cures : રાત્રે વધારે થઇ ગઇ હતી? આ રીતે ઉતરશે હેંગઓવર
Hangover Cures : વિકએન્ડ અને ન્યુ યરનો મતલબ પાર્ટીનો માહોલ, પણ આ પાર્ટીમાં ઘણા લોકો પોતાની લિમિટ ભૂલી જાય છે અને થોડું વધારે પી લે છે. જેનાથી બીજા દિવસે સવારે હેંગઓવર થઇ જાય છે.
Hangover Cures : વિકએન્ડ અને ન્યુ યરનો મતલબ પાર્ટીનો માહોલ, પણ આ પાર્ટીમાં ઘણા લોકો પોતાની લિમિટ ભૂલી જાય છે અને થોડું વધારે પી લે છે. જેનાથી બીજા દિવસે સવારે હેંગઓવર થઇ જાય છે.

આ સાથે અલગ અલગ ડ્રિંક્સ મિક્સ કરીને પીધેલા કોકટેઇલ પણ હેંગ ઓવરનું કારણ બને છે. જ્યારે રાત્રે વધારે થઇ જાય છે, ત્યારે બીજા દિવસે હેંગઓવરને કારણે આખો દિવસ મુડ ખરાબ રહી શકે છે.

31 ફર્સ્ટ અને ન્યુ યરની પાર્ટી માટે તૈયારી થઇ ગઇ હશે, પણ તમારે આ પહેલા હેંગઓવર ઉતારવાના ઉપાયો જાણી લેવા જોઇએ અને સવાર માટે તૈયારી પણ કરી લેવી જોઇએ.

હેંગઓવરના લક્ષણો
માથાનો દુઃખાવો, વારંવાર તરસ લાગવી, થાકનો અનુભવ થવો, લાલ આંખો, સ્નાયુઓમાં દુઃખાવો, સુસ્તી અને ચિંતા હેંગઓવરના લક્ષણોહોય શકે છે. આ સાથે ચક્કર આવવા અને મૂડ સ્વિંગ પણ હેંગઓવરના લક્ષણોમાં શામેલ છે.

હેંગઓવરના કારણો
વધુ પડતું પીવા ઉપરાંત, પીતા પહેલા કંઈપણ ન ખાવાથી પણ હેંગઓવર થઈ શકે છે. એટલે કે જો તમે સારો અને સંતુલિત આહાર લીધોહોય, તો નશો તમને એટલો પરેશાન કરશે નહીં. ખાલી પેટ દારૂ તમારા સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

હેંગઓવર ઉતારવાના ઉપાયો
નાળિયેર પાણી પીવો
હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે નારિયેળ પાણી ફાયદાકારક છે. વધુ આલ્કોહોલ લેવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. નારિયેળપાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હાજર હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.

લીંબુ પાણી પીવો
હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણી એ સૌથી અસરકારક રીતોમાંથી એક છે. હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણીસિવાય તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો. આ માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ નીચોવીને પી શકો છો.

મધ
હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. મધમાં આલ્કોહોલને કારણે થતી આડઅસરો ઘટાડવાનું કન્ટેન્ટછે. આ સાથે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળશે.

દહીં
જો પીવામાં માપ ન રહ્યું હોય તો તેના કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં પણ દહીંનું સેવન ફાયદાકારક છે. માત્ર એટલું ધ્યાન રાખો કે,દહીં ખાંડ કે મીઠું નાખ્યા વગર જ ખાવું જોઈએ.

કેળા ખાઓ
હેંગઓવરથી છૂટકારો મેળવવામાં પણ કેળા અસરકારક છે. તેમાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં પાણીનીઉણપને દૂર કરે છે.
આલ્કોહોલ પીવાથી શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં કેળા ખાવાથી તમને ફાયદોથશે.

ફુદીનાનું પાણી પીવો
3-4 ફુદીનાના પાનને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી હેંગઓવર મટે છે. આનાથી ગેસની સમસ્યા નથી થતી અને આંતરડાને આરામ મળેછે.

મહત્વપૂર્ણ ટીપ્સ
આ સાથે એ વાતનું ધ્યાન રાખો કે, શરીરમાં પાણીની કમી ન થવા દો, કારણ કે આલ્કોહોલ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. તેમજ પૂરતી ઊંઘ લો.જેના કારણે શરીર અને મન હળવા રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
