વર્કઆઉટ કર્યા બાદ ખાશો નહી આ 9 ફૂડ્સ
વર્કઆઉટ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે, પરંતુ તમે તેને કરતાં પહેલાં કે કર્યા પછી કેટલીક વાતોનું ધ્યાન રાખો છો કે નહી. વર્કઆઉટ કરતાં પહેલાં અને પછી તમારે ખાવાની પદ્ધતિ અને ફૂડ, બંને જ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકુળ પ્રભાવ પાડી શકે છે. વર્કઆઉટ કર્યા પછી તમારે હંમેશા કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ.
વર્કઆઉટ કરતી વખતે, શરીરમાંથી બધી ઉર્જા નિકળી જાય છે અને ગ્લૂકોઝ પણ સમાપ્ત થઇ જાય છે, એવામાં વર્કઆઉટ કર્યા પછી એવા ભોજ્ય પદાર્થને લો, જેમાં શરીરને ગ્લૂકોજ મળે અને એનર્જી પણ આવે. કંઇપણ એવું ન ખાવ, જેને પચાવવામાં તમારા શરીરને અને વધુ મહેનત કરવી પડે.
વર્કઆઉટ કર્યા પછી, જ્યૂસ, સૂપ કે કોઇપણ લિક્વિડ ડાયટ લઇ શકો છો, તેથી બોડીને તાત્કાલિક એનર્જી મળે છે અને ફીલ ગુડ ફેક્ટર આવે છે. આવો જાણીએ વર્કઆઉટ બાદ તમારે શું-શું ન ખાવું જોઇએ જેથી તમે હંમેશા રહો ફિટા અને ફાઇન:

રેડ મીટ
રેડ મીટમાં સાઇબરની માત્રા ખૂબ જ વધુ હોય છે જેને પચાવવામાં શરીરને વધુ ઉર્જા ખર્ચ કરવી પડે છે. એટલા માટે રાત્રે ઉંઘતી વખતે કે પછી વર્કઆઉટ બાદ રેડ મીટનું સેવન કરવું મનાઇ છે.

ચરબીયુક્ત ઇંડા
ઇંડા, સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે પરંતુ ચરબી યુક્ત ઇંડા ખાશો નહી. તેમાં ફેટ વધુ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને વધારે છે અને તેન પચાવવામાં વધુ ઉર્જા વપરાય છે. ખાવામાં તેનું સેવન કરો, પરંતુ વર્કઆઉટ બાદ ક્યારેય નહી.

ચરબીયુક્ત દહી
ચરબીયુક્ત દહી ખાશો નહી. તેમાં અસંતૃપ્ત ચરબી હોય છે જે પ્રોટીનમાં ઓછી અને ચરબીમાં વધુ હોય છે. તેનાથી સારું રહેશે કે રેગ્યુલર દહીનું સેવન કરો.

સફેદ બ્રેડ
સફેદ બ્રેડ, મેદાને ભેળવીને બનાવેલી હોય છે. તેમાં પાચનક્રિયાને દુરસ્ત કરવાના કોઇ ગુણ હોતા નથી. તેને ખાવાથી શરીરમાં વધુ માત્રામાં ઉર્જા મળતી નથી. તેનાથી બ્લ્ડ સુગર વધે છે, જે લાભપ્રદ નથી. તેને વર્કઆઉટ કર્યા બાદ ક્યારેય ખાશો નહી.

ફાઇબરથી ભરપૂર શાકભાજીઓ
જો તમને શાકભાજી પસંદ છે તો તેનો ખાવામાં ઉપયોગ કરો. વર્કઆઉટ કર્યા બાદ પણ ભરપેટ શાક-રોટલી ખાશો નહી. તમે શાકભાજીઓનો સૂપ પી શકો છો પરંતુ શાકભાજી ખાઇ ના શકો. તેમાં ભારે માત્રામાં ફાઇબર્સ હોય છે જે શરીરમાં ઉર્જા પુરી પાડવાના બદલે તે સમયે ઉર્જા લઇ લે છે. વર્કઆઉટ કરતાં પહેલાં તમે સંપૂર્ણ અનાજવાળું સેન્ડવીચ ખાઇ શકો છો. પાલક અને કેળા પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ પછી ખાવ.

નટ બટર
માનવામાં આવે છે કે એક ચમચી નટ બટર ખાઇને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો, પરંતુ જો તમે વર્કઆઉટ કર્યા પહેલા ખાશો તો વધુ લાભપ્રદ રહેશે. પરંતુ વર્કઆઉટ કર્યા પછી ખાવાથી કોઇ ફાયદો મળતો નથ અને શરીરને બટર પચાવવા માટે તાકાત ખર્ચ કરવી પડે છે.

ચોકલેટ બાર
ચોકલેટમાં ખૂબ એનર્જી હોય છે પરંતુ તેનાથી તમને અને તમારી બોડીને ગ્લૂકોઝ ના બરાબર મળશે, જેની તમારે સૌથી પહેલાં જરૂરિયાત હોય છે. તેના સેવનથી શરીરને મળનાર ફેટ પણ સરળતાથી પચી શકે છે.

પિત્ઝા
તમને પિત્ઝા ખૂબ જ પસંદ છે અને તમને ભૂખને પણ મટાડી શકે છે, પરંતુ તેનાથી તમારા શરીર પર ફક્ત ચરબી વધશે અને કોઇ એનર્જી નહી મળે.

નારિયેળ તેલ
આમ તો નારિયેળના તેલને સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક ગણવામાં આવે છે પરંતુ વર્કઆઉટ કરતાં પહેલાં. જો તમે તેનું વર્કઆઉટ કર્યા પછી સેવન કરો છો તો તમારા વર્કઆઉટ કરવાનો કોઇ ફાયદો મળશે નહી. તેમાં ચરબીની માત્રા ખૂબ હોય છે, જે તમને એનર્જી પુરી પાડે છે પરંતુ બોડીમાં કોલસ્ટ્રોલની માત્રા પણ વધારી દે છે. એટલા માટે વર્કઆઉટ પછી તેને ક્યારેય ખાશો નહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
