ડેન્ગ્યૂને દૂર ભગાવવો છે, તો ખાઓ આ 9 આહાર
ડેન્ગ્યૂ ધીરે ધીરે એક મહામારીનું સ્વરૂપ લઇ રહ્યો છે. અને તેમાં પણ હાલમાં ગુજરાતમાં વરસાદે પલટી મારી છે. જેના કારણે આવનારા સમયમાં આ રોગ ફરી માથું ઊંચકે તો નવાઇ નહીં. ત્યારે આ બિમારીથી બચાવા માટે આપણા દ્વારા જેટલા પણ પ્રયાસ કરવામાં આવે અને તે દ્વારા આપણે અને આપણો પરિવાર સ્વસ્થ રહે તેનાથી વિશેષ આપણને બીજું શું જોઇએ.
માટે જ તમારા માટે અમે આ લેખ લાવ્યા છીએ. જે લોકોને ડેન્ગ્યૂ પોઝિટીવ આવ્યો છે તેમણે આ લેખમાં લખેલા નવ આહારને ખાવા જોઇએ જેનાથી તે જલ્દીથી આ બિમારીમાંથી બહાર આવી શકશે. અને જેમને ડેન્ગ્યૂ નથી તેમને પણ આ આહાર પ્રિક્રોશન તરીકે લેવા જોઇએ. સાથે જ આ લેખને અન્ય લોકો જોડે પણ શેયર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો તેનો ફાયદો ઉઠાવી શકે. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

મોસબી
બિમારી કોઇ પણ હોય મોસબી અને તેના વિટામીન સી ભરેલા સત્વો તમારી બોડીને જલ્દી ઠીક કરી દેશે.

પપૈયુ
પપૈયાના પત્તાનો રસ ખાવાથી બ્લ્ડ પ્લેટ વધે છે. ત્યારે દિવસમાં 2-3 ચમચી આ રસ પીવો જોઇએ.

દલિયા
ડેન્ગ્યૂના રોગીઓ માટે સૌથી સારો આહાર છે દલિયા. તે શરીરને ઊર્જા આપે છે. અને સરળતાથી પચી પણ જાય છે.

હર્બલ ટી
જેને બહુ તાવ રહેતો હોય તેણે હર્બલ ટી પીવીવ જોઇએ. આદુ અને ઇલાયચી વાળી આ ચા તમને ટેકી આપશે અને ડિહાઇડ્રેડ પણ નહીં થવા દે.

નારિયળ પાણી
ડેન્ગ્યૂમાં તાવના લીધે વધુ પાણી પીવું જોઇએ તેમાં પણ નારિયળનું પાણી પીવું શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે.

ફળોનો જ્યૂસ
વિટામિન સીથી ભરેલા ફળોનો જ્યૂસ ડેન્ગ્યૂ વાળા લોકો માટે પીવો ખૂબ જ સારો હોય છે.

પ્રોટિન યુક્ત આહાર
ડેન્ગ્યૂ જેવી બિમારીમાં પ્રોટિન યુક્ત આહાર ખાવો જોઇએ. જેમ કે દૂધ, છાશ, દહીં, ઇંડા જેનાથી શરીરમાં વધુ પ્રોટિન રહે છે.

સુપ
ડેન્ગ્યૂની બિમારી દરમિયાન હાકડામાં ખુબ જ દુખાવો રહે છે. ત્યારે સુપ પીવાથી આ દુખાવામાં સારો એવો આરામ રહે છે .વળી પેટ માટે પણ તે સારો રહે છે અને મોઢાનો સ્વાદ પણ બદલાય છે.

લીંબુનો રસ
લીંબુના રસને પીવાથી શરીરની ગંદકી બાથરૂમ મારફતે નીકળી જાય છે અને તેનાથી જલ્દી સાજા થવાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
