નાના બાળકોને ગાયનું દૂધ કેમ ના આપવું જોઈએ?
માતા-પિતા હંમેશા પોતાના બાળકોની ખાણી-પીણીને લઈ પરેશાન રહેતા હોય છે. તેમના સારાં સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં ઉઠાવે છે. પરંતુ દૂધના મામલામાં તેમનું કન્ફ્યૂઝન બન્યું રહે છે કે બાળકને ગાયનું દૂધ આપવું કે ભેંસનું? નાના બાળકોને માતાના દૂધ સિવાય શું બેસ્ટ હોય શકે છે. શું એક વર્ષના બાળકને ગાયનું દૂધ આપી શકાય? કેટલાય સવાલો મનમાં ઉઠતા રહે છે.

આમ તો ગ્રોઈંગ બાળક માટે ગાયનું દૂધ ફાયદાકારક માનવામાં આવ્યું છે. કેમ કે ગાયના દૂધમાં કેટલાય પોષક તત્વો મળી આવે છે. પરંતુ નવજાત શિશુને ગાયનું દૂધ ના આપવાની સલાહ છે. ડૉક્ટર હંમેશા એક વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવાની ના ફરમાવે છે. નાના બાળકોને કેમ ના આપવું જોઈએ ગાયનું દૂધ? અહીં જાણો કારણ...
હાઈ કોમ્પલેક્સ પ્રોટીન
ગાયના દૂધમાં હાઈ કોમ્પલેક્સ પ્રોટીન મળી આવે છે. આ દૂધ વાછરડા માટે જરૂરી હોય ચે કેમ કે તેણે જન્મતાની સાથે તરત ઉભા થવું પડે છે. પરંતુ માણસનું બાળક આસાનીથી આ દૂધ પચાવી શકે નહીં. એક વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવાથી કિડની ખરાબ થઇ શકે છે. ડાયરિયા થઇ શકે છે. ઉપરાંત મળમાં લોહી પણ નિકળવા શરૂ થઇ શકે છે.
લો અયરન
ગાયના દૂધમાં આયરનની માત્રા ઓછી હોય છે. જે કારણે બાળકમાં આયરનની કમી થઇ શકે છે. જેનાથી એનીમિયાનો ખતરો વધી શકે છે. બાળક ચિડચિડિયુ થઇ જાય છે. તેને ભૂખ પણ નથી લાગતી અને વજન પણ નથી વધતો.
વિટામીન Cની કમી
ગાયના દૂધમાં વિટામિન સી ની કમી હોય છે. જેના કારણે બાળકની ઈમ્યુન સિસ્ટમ મજબૂત નથી થઇ શકતી. વિટામીન સી ઈમ્યૂનિટી બૂસ્ટર છે અને બાળકના ગ્રોથ તથા વિકાસ માટે વિટામીન સી ખૂબ જ જરૂરી હોય છે.
ઓબેસિટી
ગાયનું દૂધ પીવાથી બાળક ઓબેસિટીનો શિકાર થઇ શકે છે. ગાયના દૂધમાં સારી માત્રામાં ફોસ્ફેટ અને પ્રોટીન હોય છે. આ કારણે બાળક વજનદાર થઇ જાય છે. બાળકના શરીરમાં ચરબી તો આવી જાય છે પરંતુ તેનો ગ્રોથ ત્યાં જ અટકી જાય છે.
ભરપૂર પોષણ નથી મળતું
ગાયના દૂધમાં પાણી ભેળવીને દેતા હોવાથી તેને યોગ્ય માત્રામાં ફેટ પણ નથી મળી શકતો. ગાયનું દૂધ પીવાથી બાળકને ન્યૂટ્રિશન નથી મળતું. તેથી ડૉક્ટર સલાહ આપે છે કે જો માતાનું દૂધ બની રહ્યું ના હોય તો ગાયનું દૂધ આપવાને બદલે ફોર્મ્યૂલા મિલ્ક આપવું જ યોગ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
