ચા પીવાથી સ્કીન કાળી પડી જાય છે? જાણો શું કહે છે જાણકારો?
આ દુનિયામાં ચા પીવાના શોખીન લોકોની સંખ્યા કરોડો છે. જો કે તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે કે ચા પીવાથી સ્ક્રીન કાળી પડી જાય છે અને તમારો દેખાવ કાળો થઈ જાય છે. જો કે આ વાતમાં કોઈ તથ્ય છે કે કેમ તેમ જાણવુ જરૂરી છે?
રિસર્ચ અનુસાર, માણસની ચામડીનો રંગ મેલાનિન જીનેટિક્સ પર આધારીત હોય છે. આનાથી નક્કી થાય છે કે વ્યક્તિનો ચામડીનો કલર કેવો હશે. જો કે તમને જ્યાં સુધી ચા પીવાની વાત છે તો ચાના શોખીનો માટે સારા સમાચાર એ છે કે તેને ચામડી સાથે કોઈ લેવા દેવા નથી.

જાણકારો અનુસાર, ચા પીવાથી નુકસાન નહીં પરંતુ ઘણા ફાયદા થાય છે. જો કે બાળકોને ચાથી દુર રાખવા જોઈએ. ચામાં રહેલું કેફીન બાળકોને નુકસાન પહોંચાડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ચામડી કાળી પડી જાય એટલે નહીં પણ બાળકોને ચા પીવાથી રોકવા માટે ચામડી કાળી પડી જવાનો ડર દેખાડવામાં આવે છે. હવે સ્થિતી એ છે કે આ વાત સામાન્ય થઈ ગઈ છે અને લોકો ચા પીવાથી રોકવા માટે આ ટ્રીકનો ઉપયોગ કરે છે.
ચા પીવાથી માત્ર ફાયદા થાય છે એવુ જ નથી. ઘણા નુકસાન પણ થાય છે. ચામાં રહેલું કેફીન પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે અને તેનાથી ઘણા લોકોને પાચન શક્તિ સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. ખાલી પેટે ચા પીવાથી હાઈપરએસીડીટી અને અલ્સરનું જોખમ વધી જાય છે.
એક સવાલ એ પણ છે કે રોજ કેટલા કપ ચા પીવી જોઈએ તો એક અહેવાલ અનુસાર, એક ફિટ વ્યક્તિએ આખા દિવસમાં માત્ર 1 થી 2 કપ ચા પીવી જોઈએ. જો કોઈને ગળામાં દુખાવો અથવા શરદી જેવી સમસ્યા હોય તો તે કાં તો 2 થી 3 કપ હર્બલ ટી પી શકે છે અથવા તેના માટે ડૉક્ટરની સલાહ લઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
