Digestion Problems : ખરાબ પાચનને કારણે થાય છે આ સમસ્યા, અપનાવો આ ઘરેલુ ઉપચાર
માથાનો દુઃખાવો પણ ખરાબ પાચનની નિશાની છે. આવી બીજી ઘણી નાની સમસ્યાઓ નબળી પાચનશક્તિનું લક્ષણ હોય શકે છે. આપણે આ લક્ષણોને સમયસર ઓળખવા જોઈએ. કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને આપણે પાચનની સમસ્યાને દૂર કરી શકીએ છીએ.
Digestion Problems : ઘણા લોકો યોગ્ય આહાર લે છે, પરંતુ તેમને પાચનની સમસ્યા હોવાના કારણે શરીર નાદુરસ્ત રહે છે. પાચન ન થવાને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. આ સાથે ખરાબ પાચનને કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ સર્જાય છે.

માથાનો દુઃખાવો પણ ખરાબ પાચનની નિશાની છે. આવી બીજી ઘણી નાની સમસ્યાઓ નબળી પાચનશક્તિનું લક્ષણ હોય શકે છે. આપણે આ લક્ષણોને સમયસર ઓળખવા જોઈએ. કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને આપણે પાચનની સમસ્યાને દૂર કરી શકીએ છીએ.

નબળા પાચનના લક્ષણો
જો તમારું પાચનતંત્ર નબળું હોય, તો ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી. નબળા પાચનને કારણે માથાનો દુઃખાવો, ઉલટી, પેટનું ફૂલવું,ચક્કર આવવું, જમ્યા બાદ ઊંઘ આવવા અને ઉબકા આવવા જેવા લક્ષણો દેખાય છે.

કાળું મીઠું અને અજમો
ભોજન કર્યા બાદ થોડી વાર બાદ તમે કાળું મીઠું અને અજમો પાવડર મિક્સ કરીને ખાઈ શકો છો. બંનેનો પાવડર મિક્સ કરીને રાખો.
જમ્યાના 30 મિનિટ બાદ અડધી ચમચી હૂંફાળા પાણીમાં ભેળવીને ખાઓ. ભોજનનું પાચન સારું રહેશે.

જીરું અને ધાણા
જીરું અને ધાણા પણ પાચન સુધારવામાં મદદ કરે છે. જો પાચન બરાબર ન થતું હોય, તો ધાણા અને જીરુંને વરિયાળી સાથે ઉકાળીને પાણીપીવું જોઇએ. કબજિયાત અને એસિડિટીની સમસ્યા દૂર થશે. આ પાણીને દિવસમાં 2-3 વખત પીવાથી ફાયદો થાય છે.

હરડે પાવડર
હરડેને પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઘરે જ હરડે પાવડર અથવા હરડેની ગોળીઓ બનાવી શકો છો અને તેનેદરરોજ ખાઈ શકો છો. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થશે.

વરિયાળી અને એલચી
ભોજન કર્યા બાદ વરિયાળી ખાવી એ સારી પાચનક્રિયા માટે ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલી વરિયાળી ખાવાથી પાચનક્રિયા સુધરેછે. એલચી પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે. ભોજન કર્યાના અડધા કલાક બાદ એલચી ખાઓ, પાચન સારી રીતે શરૂ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
