ડિપ્રેશન અને એન્ગઝાયટી થઈ જશે દૂર, બસ કરી લો આ કામ
Walking Benefits in Gujarati: કામના વધતા પ્રેસર અને અંગત જીવનમાં આવતા ઉતાર-ચઢાવને કારણે લોકો વધુને વધુ ડિપ્રેશન અને ચિંતાનો શિકાર બની રહ્યા છે. ડિપ્રેશનનું સૌથી મોટું કારણ આપણી બદલાતી જીવનશૈલી છે.
જ્યારે આપણે દરેક નાની-મોટી બાબતની ચિંતા કરવા લાગીએ છીએ, ત્યારે આ તણાવ ક્યારે ડિપ્રેશનનું રૂપ ધારણ કરી લે છે, તેનો ખ્યાલ પણ નથી આવતો.
આવી સ્થિતિમાં, માનસિક શાંતિ મેળવવા માટે, તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂરત છે.
જોકે, તમને આ વાંચીને અજીબ લાગશે, પરંતુ અડધો કલાક ચાલવું તમને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, આ સાથે શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે.
ચાલવાથી સુધરે છે મૂડ - ચાલવાથી એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ બહાર આવે છે જે તમારો મૂડ સુધારે છે, અને તણાવ, ચિંતા અને હતાશા ઘટાડે છે.

જ્યારે મૂડ સારો હોય છે, ત્યારે લોકોનું મન કામ પર કેન્દ્રિત હોય છે, અને નકારાત્મક વિચારો તેમના મગજમાં આવતા નથી. તેમજ ચાલવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, અને વજન પણ ઘટે છે.
ઉલ્લેખનીય છે કે, નિયમિત ચાલવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે, અને સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવામાં પણ મદદ મળે છે.
ચાલવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે - ચાલવાથી માત્ર તણાવ ઓછો થતો નથી, પણ તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમને નકારાત્મકતાથી દૂર રાખે છે. તેમજ તમે હંમેશા સક્રિય અનુભવો છો.
ચાલવાથી ઊંઘ સુધરે છે. તણાવથી રાહત મળે છે. તમે હંમેશા સક્રિય રહેશો. થાક ઓછો થાય છે, અને વજન અને બેડ કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
