Dengue : ડેન્ગ્યુના કારણે આ લોકોના થાય છે સૌથી વધુ મોત, જાણો કેમ?
Dengue : ચોમાસું આવતા જ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનું આક્રમણ વધી જાય છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ સૌથી ઘાતક મચ્છરજન્ય રોગ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ડેન્ગ્યુના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. આ મૃતકોમાં એક ખાસ પ્રકારના લોકો વધુ ભોગ બને છે.

વરસાદ સાથે જ ડેન્ગ્યુનો કહેર વધવા લાગે છે. આ સ્થિતિમાં બાળકો પ્રત્યે સાવધાન રહેવાની જરૂર રહે છે. ઘણી વખત એવું બને છે કે લોકો મચ્છરોના કરડવાને જોઈએ તેટલી ગંભીરતાથી લેતા નથી અને તેના કારણે તેમને ભારે નુકસાન સહન કરવું પડે છે.
આરોગ્ય નિષ્ણાંતોના મતે, ડેન્ગ્યુથી બાળકોને સૌથી વધુ જોખમ છે. એકવાર બાળકને ડેન્ગ્યુ થઈ જાય તો પુખ્ત વયના લોકોની સરખામણીમાં મૃત્યુની શક્યતા અનેકગણી વધી જાય છે.
5-10 વર્ષની વયના બાળકોને ડેન્ગ્યુનું સૌથી વધુ જોખમ હોય છે. સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ડેન્ગ્યુથી પીડિત 80 ટકાથી વધુ બાળકો 9 વર્ષથી ઓછી ઉંમરના છે.
આમાં છોકરીઓની સરખામણીમાં છોકરાઓની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે. સંશોધન મુજબ, ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સૌથી વધુ છે.
બાળકોમાં ડેન્ગ્યુના કારણે થતા મૃત્યુની સંખ્યા 4 ગણી વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ડેન્ગ્યુના ઘણા કેસો ખૂબ જીવલેણ હોય છે. જો વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ તરફ દોરી શકે છે. 44 ટકા મૃત્યુ ડેન્ગ્યુના બે ગંભીર ચેપને કારણે થાય છે. પ્રથમ ડેન્ગ્યુ હેમરેજિક તાવ છે અને બીજો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ છે.
બાળકોમાં ડેન્ગ્યુના લક્ષણોમાં વધારે તાવ, ઉલટી, ઝાડા, શરીરમાં દુખાવો, આંચકો, શરીર પર ચાંદા છે. બાળકોમાં ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે.
બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા નબળી હોય છે. તેથી, બાળકોને ખાસ કરીને એવી વસ્તુઓ ખવડાવવી જોઈએ જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે. કારણ કે જો બાળકો નબળા રહેશે તો તેઓ ડેન્ગ્યુનો તાવ સહન કરી શકશે નહીં.
ડેન્ગ્યુથી બાળકોને વધુ વધુ એટલા માટે છે કારણ કે ડેન્ગ્યુનું નિદાન બાળકોમાં મોડેથી થાય છે. ડેન્ગ્યુનું પ્રથમ લક્ષણ તાવ છે. બાળકોમાં તેના લક્ષણો લાંબા સમય પછી દેખાય છે. આમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે.
બાળકો જ્યારે બહાર રમવા જાય છે ત્યારે તેમને ડેન્ગ્યુના મચ્છરો કરડે છે. આ સ્થિતિમાં, જ્યારે પણ તમારું બાળક બહાર જાય ત્યારે ખાતરી કરો કે તેણે યોગ્ય રીતે પોશાક પહેર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
