Video/Pics: જો ચિલ્લી ચિકનના શોખીન હોવ તો સાવધાન!
બેંગલુરુ: જો આપ ચિલ્લી ચિકનના દીવાના હોવ અને નેક્સ્ટ ટાઇમ રેસ્ટોરન્ટમાં ગયા બાદ આજ ઓર્ડર કરવાના હોવ તો સાવધાન થઇ જાવ. કારણ કે ચિલ્લી ચિકનમાં ઉપયોગમાં લેવાતું ચિકન કેટલું જુનું હોય છે, તેનો આપ અંદાજો પણ નહીં લગાવી શકો. એક દિવસ, એક સપ્તાહ, એક વર્ષ અથવા તો 40 વર્ષ જુનું! છેને આશ્ચર્યની વાત પરંતુ ચીનથી જે સમાચાર આવ્યા છે તેણે ભારતના કાન ઊભા કરી દીધા છે.
વાસ્તવમાં ચીનની સરહદ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે એક ગેંગને પકડી છે, જે ચીનથી બીજા દેશોમાં ફ્રોઝોન મીટની સ્મગલિંગ કરતો હતો. સૌથી મોટો ખુલાસો એ છે કે કસ્ટમ વિભાગે લગભગ 1 લાખ ટન મીટ સીઝ કર્યું છે, જેમાં 1970 અને 1980ના દાયકામાં પેક કરવામાં આવેલ ચિકન વિંગ્સ, મટન ચાપ અને પોર્કનો સમાવેશ થાય છે. સૌથી મોટો સવાલ એ છે કે ક્યાંક આ ખતરનાખ ફ્રોઝોન મીટની સ્મગલિંગ ભારતમાં તો નથી થઇ નહીં.
ડેલી ઓનલાઇનમાં પ્રકાશિત સમાચાર અનુસાર ચીનના કસ્ટમ વિભાગે મંગળવારે સરહદ પર પોર્ક એટલે કે ડુક્કરનું માસ, ચિકન અને મટન એટલે કે ફ્રોઝોન મીટનના હજારો પેકેટ સીઝ કર્યા છે. આ સ્મગલિંગ વિયેતનામ બોર્ડર પર થતી હતી, જેમાં લગભગ 20થી વધારે ગેંગ સામેલ હતી.
શું કરતા હતા લોકો
- રેસ્ટોરન્ટ, મોલ અથવા ફ્રોઝેન મીટની દુકાનો પર મીટ ના વેચાતુ તો તેને સસ્તા ભાવે ખરીદી લેતા હતા.
- તેની રી-પેકેજિંગ કરતા અને તેમાં નવી ડેટની સાથે મોહલ લગાવી દેતા હતા અને ફરી માર્કેટમાં વેચી દેતા હતા.
- ફરીથી પેક કરવામાં આવેલ ફ્રોઝોન મીટને ગેરકાયદેસર રીતે આખા ચીનમાં વેચવામાં આવી રહ્યું હતું.
- માત્ર હુનાન પ્રાંતમાં 800 ટન મીટને સીઝ કરવામાં આવ્યું છે, જેની કિંમત 1 કરોડ યૂઆન છે.
- આ ગેંગના લગભગ 22 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
- ફ્રોઝેન મીટમાં સૌથી વધારે મુર્ગાના પંજા અને ડુક્કરના પગ મળી આવ્યા.
- જે મીટ સડવા લાગતું, અથવા તેમાં વાસ આવતી તો તેમાં કેમિકલ નાખી ફ્રીઝ કરી દેતા.
ભારત શા માટે ચિંતિત અને સાવધાન વાંચો કેટલીંક મહત્વપૂર્ણ વાતો તસવીરોમાં અને વીડિયોમાં...

ભારતે શા માટે ચિંતામાં રહેવું જોઇએ
આ વાતની ખરાઇ નથી થઇ કે આ ગેંગે ભારતમાં આ માંસની સપ્લાઇ કરી છે કે નહીં, પરંતુ તેમ છતા ભારતે આ વાતથી સાવધાન અને સચેત રહેવું જોઇએ.

ભારતમાં વધ્યું ફ્રોઝેન મીટનું ચલણ
દેશના મોટા શહેરોમાં ફ્રોઝેન મીટનું ચલણ વધી રહ્યું છે, તે ચેક કરવાની જરૂરીયાત છે કે જે મીટ નથી વેચાયું તે ક્યાં જાય છે.

નાના નાના રેસ્ટોરન્ટમાં ભય વધારે
એવું સંભવ છે કે કોઇ ગેંગ ભારતમાં પણ ફ્રોઝેન મીટને રી-પેક કરીને નાના રેસ્ટોરન્ટને વેચી રહ્યું હોય.

સસ્તાના ચક્કરમાં ક્રાઇમ
એવું સંભવ છે કે રેસ્ટરન્ટ ઓછા રૂપિયામાં ડિશ તૈયાર કરવાના ચક્કરમાં સસ્તામાં આવું મીટ ખરીદી રહ્યા હોય.

થઇ શકે છે આવી બીમારીઓ
સાવધાન રહો, કારણ કે તેનાથી બર્ડ ફ્લુ, ફુટ અને માઉથ ઇનફેક્શન, ગાંડપણની બીમારી થવાનો ભય રહે છે.
આપ અહીં આપેલા વીડિયોને જોઇ શકો છો
આપ અહીં આપેલો વીડિયો જુઓ અને આપની જાતે જ નક્કી કરો કે આપે કેટલું સાવધાન રહેવાની જરૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
