Good Sleep Tips : ઘસઘસાટ ઊંઘ માટે કરો આ ઉપાય, દૂર થશે ત્રુટક ઊંઘ અને અનિદ્રાની સમસ્યા
Good Sleep Tips : રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે તમારું મન અસ્વસ્થ રહે છે. આ સાથે તણાવનું સ્તર પણ વધે છે. આવામાં તમારે અમુક મસાલાઓને દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
Good Sleep Tips : દુનિયામાં એવું કોઇ પ્રાણી નથી જેને આરામ અને ઊંઘની જરૂર ન હોય. દરેક પ્રાણી રોજ નવા પડકારોનો સામનો કરે છે, જેના કારણે તે થાકી જાય છે અને તેને આરામની જરૂર પડે છે. ઊંઘ ન લેવાથી દરેક પ્રાણીના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે.
વર્તમાન સમયમાં ભાગદોડ ભર્યા જીવન અને અનિયમિત જીવનશૈલીને કારણે લોકોમાં ચિંતા અને તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં ત્રુટક ઊંઘ અને અનિદ્રાની સમસ્યા થવા લાગે છે. આવામાં આજે આપણે ઊંઘ ન આવવાની સમસ્મયાથી કેવી રીતે છુટકારો મેળવવો એ વિશે જાણીશું.

ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ યોગ્ય રીતે કામ કરવા માટે રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે તમારું મન યોગ્ય રીતે કામ કરી શકશે નહીં અને સ્ટ્રેસ લેવલ પણ વધશે. જો તમને પણ રાત્રે સારી ઊંઘ નથી, આવતી તો તમારે અમુક મસાલાનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દેવું જોઇએ.

જીરું
ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ અને અસરકારક મસાલાઓમાંનું એક જીરું છે. તેનું સેવન ચયાપચયને વેગ આપે છે, પાચનમાંસુધારો કરે છે અને એસિડ રિફ્લક્સને અટકાવે છે. આ ઉપરાંત જીરું ઊંઘ લાવવા માટે પણ મદદગાર સાબિત થાય છે. તેના ગુણધર્મો તણાવઅને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

જાયફળ
જાયફળ એ અન્ય આવશ્યક મસાલા છે, જે ઊંઘ પ્રેરક ગુણધર્મો ધરાવે છે. તેના ગુણધર્મો આપણી ચેતાને શાંત કરવામાં અને તણાવ દૂરકરવામાં મદદ કરી શકે છે. જાયફળ અસરકારક રીતે ઊંઘ લાવવા અને તેની ગુણવત્તા સુધારવા બંનેમાં મદદ કરી શકે છે. તમે હળદરવાળાદૂધમાં એક ચપટી જાયફળ ઉમેરીને સૂતા પહેલા પી શકો છો. તેનાથી તમે આખી રાત સારી રીતે ઊંઘી શકશો.

ફુદીના ના પત્તા
ફુદીનામાં શાંત ગુણધર્મો છે, જે તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ફુદીનામાં હાજર મેન્થોલ સ્નાયુઓને આરામ આપવામાંમદદ કરે છે. આ સાથે ફુદીનો એન્ટિસ્પેસ્મોડિક પ્રકૃતિ છે. આ શાંતિથી ઊંઘવામાં મદદ કરે છે. સૂતા પહેલા એક કપ પીપરમિન્ટ ચા પીવોઅને સારી ઊંઘનો આનંદ લો.

વરિયાળી
વરિયાળીમાં એવા ગુણ હોય છે, જે મનને શાંત કરે છે. વરિયાળી પાચન સ્નાયુઓ સહિત સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે.
અનિદ્રા, તણાવ અથવા ચિંતા જેવી સમસ્યાઓથી પીડાતા લોકો પર આવા ગુણધર્મો સકારાત્મક ભૂમિકા ભજવે છે. જેથી તમારે સુવા જતાનીએક કલાક પહેલા વરિયાળીનું સરબત પીવું જોઇએ.

અશ્વગંધા
અશ્વગંધા એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય ઔષધિ છે, જેનો ઉપયોગ તણાવને દૂર કરવા અને ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂરકરવા માટે કરવામાં આવે છે. તે એક અનુકૂલનશીલ વનસ્પતિ છે, જે આપણા શરીરને તણાવના લક્ષણો સામે લડવામાં મદદ કરી શકે છે.કારણ કે, તે તણાવ અને અસ્વસ્થતાના લક્ષણોમાં મદદ કરી શકે છે, તે ઊંઘ લાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
