સાત યોગ આસન, જે આપના પેટને રાખશે સંપૂર્ણ સ્વસ્થ
મોટા ભાગના લોકો એવું સમજે છે કે યોગાસન માત્ર માનસિક તણાવને જ દૂર કરી શકે છે, પરંતુ એવું નથી, યોગ કરવાથી તણાવ જ નહી પરંતુ આપણા શરીરની ઘણી બધી બિમારીઓ પણ દૂર કરે છે.
નોંધનીય બાબત એ છે કે આપણી મોટાભાગની બિમારીઓ પેટથી શરૂ થાય છે, અને જો તેને યોગ્ય સમયે ઠીક કરવામાં ના આવે તો તે ઘાતક બિમારીનું રૂપ ધારણ કરી શકે છે.
યોગશાસ્ત્રમાં પણ લખાયું છે કે યોગ એ આપણા શરીરની તમામ બિમારીઓને દૂર કરવા અને તેની પર કાબૂ મેળવવા માટે સક્ષમ અને કારગર છે. હવે તો શાળા અને કોલેજોના અભ્યાસમાં પણ બાળકોના સ્વાસ્થ્યને સશક્ત બનાવવા માટે યોગનું શિક્ષણ ફરજીયાત રાખવામાં આવે છે.
માટે આવો જાણીએ કેટલાંક એવા યોગાસનો જે આપના પાચનશક્તિને વધારે છે, તેને સુધારે છે અને સાથે સાથે વધારાની કેલેરીને પણ ઓછી કરે છે. સુઓ 7 યોગાસન જે આપના પેટને રાખે છે સ્વસ્થ.

ઉત્તાનાસન
આમ તો બધા જ આસન આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે, તેમાંનું ક છે ઉત્તાનાસન. ઉત્તાનાસનના નિયમિત અભ્યાસથી માત્ર પીઠ અને કમરનો દુ:ખાવામાં લાભ થાય છે એવું નથી પરંતુ માનસિક તણાવથી પણ રાહત મળે છે. આ આસનમાં હાથોને ઉપરની તરફ ઉઠાવીને કમરથી શરીરને વાળીને હાથને પગની પાછળ લઇ જવામાં આવે છે. આ પાચન શક્તિને સ્વસ્થ કરવા માટે અને બગલની ચરબીને પણ ઓછી કરવામાં મદદરૂપ બને છે.

હલાસન
આ આસન નિયમિતપણે કરવાથી કરોડરજ્જુમાં લચિલાપણું આવે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલુ અને જવાન બની રહે છે. પેટ બહાર નથી નિકળતું, અને શરીર સુડોલ દેખાય છે. ભાવનાત્મક સંતુલન અને તણાવ દૂર કરવા માટે આ આસન લાભદાયક છે. આ આસનથી પાચન તંત્ર અને માસપેશિયોને શક્તિ મળે છે. આના અભ્યાસથી પાચન તંત્ર બરાબર રહે છે.

સર્વાંગાસન
સર્વાંગાસન, જોકે તેના નામથી જ માલૂમ પડે છે કે શરીરના સંપૂર્ણ અંગોને ઉપર તરફ રાખવાની સ્થિતિને સર્વાંગાસન કહે છે. આ આસન ગળાની ગ્રંથિઓને અસર પહોંચાડીને વજન ઓછો કરવામાં સહાયક બને છે તથા આંખો અને મસ્તિષ્કને શક્તિ પૂરી પાડે છે. આ આસન પાચન ક્રિયા શુદ્ધ કરે છે તથા શરીરમાં લોહીનો વધારો કરી લોહી બનાવવાનું કાર્ય પણ કરે છે.

સેતુબંધ આસન
સેતુબંધ આસન રીઢની તમામ કોશિકાઓ પોતાના સ્થાન પર સ્થાપિત કરવામાં સહાયક છે. આ આસન કમરના દુ:ખાવાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. પેટના તમામ અંગો જેમકે લીવર, પેનક્રિયાઝ અને આંતરડામાં ખેંચાવ આવે છે. કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

ધનુરાસન
આ આસનમાં શરીરનો દેખાવ ખેંચાયેલા ધનુસ જેવું દેખાય છે, માટે તેને ધનુરાસન કહેવામાં આવે છે. આના દ્વારા તમામ આંતરિક અંગો, માંસપેશિઓ અને ઘુંટણનું વ્યાયામ થઇ જાય છે. ગળાના રોગોને પણ દૂર કરી શકાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. સર્વાઇકલ સ્પાંડિલાઇટિસ, કમરનો દુ:ખાવો અને પેટ સંબંધીત સમસ્યાઓમાં પણ આ આસન લાભકારી છે.

નૌકાસન
નોકાસન એટલે કે નાવડીના આકારનું આસન. પીઠ અને મેરુદંડને લચીલું અને મજબૂત બનાવવા માટે નૌકાસન લાભદાયક છે. આ આસન ધ્યાન અને આત્મબળને વધારવામાં મદદરૂપ થાય છે. ખભા અને કમરના દુખાવા માટે પણ આ આસન ફળદાયી છે. શરીરને સુડૌલ બનાવી રાખવા માટે આ આસન નિયમિત કરવું જોઇએ.

ઉત્કટાસન
ઉત્કટાસનમાં શરીરનો સંપૂર્ણ ભાર પંજા પર હોય છે, અને શરીર કેટલેંક અંશે ઉપર ઉઠેલો રહે છે. તસવીરમાં જોઇ શકાય છે તેમ આખા ઊભેલા પણ નહીં, અને આખા બેઠેલા પણ નહીં. આ આસનના અભ્યાસથી કમર અને અન્ય જોઇન્ટના દુ:ખાવાઓ ઠીક હોય છે. આનાથી પગના પંજા અને આંગળીઓમાં મજબૂતી આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
