વીકએન્ડમાં ખાઇ ખાઇ જે વજન વધાર્યું છે તેને આ રીતે ઓછું કરો
વીકએન્ડ એટલે કે શનિ રવિવાર આવતા જ આપણે ગમે તેટલું ડાયેટ કરવાનો પ્રયાસ કરીએ આ કાળજાળ ગરમીમાં એક આઇસ્ક્રીમ, એક બરફગોળા ખાવાના નામે આપણે આપણી ડાયેટનું રામ નામ સત્ય કરી જ દેતા હોઇએ છીએ. અને આજ કારણે સોમવારે ક્યાંક ને ક્યાંક આપણે આપણા મનને દોષ આપીએ છીએ.
પણ જો હવે તમે વીકએન્ડ થોડું વધુ ખાઇ લીધુ હોય તો દુખી થવાનું છોડી દો. કારણ કે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપીશું જેના કારણે તમે વીકએન્ડમાં જે વધુ કેલરી ખાધી છે તેને આવનારા વીક ડેમાં એટલે કે અઠવાડિયામાં ઓછી કરી શકશો. અને પાછું પોતાનું વજન મેનેજ કરી શકશો. તો વાંચો નીચેનો આ આર્ટીકલ. અને જાણો ટિપ્સ કેવી રીતે વીકએન્ડની વધુ પડતી કેલરીને વીક ડેમાં ઓછી કરવી તે...

પાણી વધુ પીવો
વીકએન્ડમાં તળેલી વસ્તુઓ જો તમે વધુ ખાધી હોય તો આવનારા આખા અઠવાડિયામાં પાણી પર ખાસ ફોકસ કરો. સોમવાર, મંગળવારે થાય તેટલું વધુ પાણી પીવો જેથી તમારી શરીર ડીટોક્સીફાઇડ થઇ શકે. અને પાણીથી પેટ ભરેલું રહેશે તો ખોટી ભુખ પણ ઓછી લાગશે.

કેલેરીને મેનેજ કરો
જો તમે વધુ કેલરી વાળું ભોજન ખાઇ લીધુ છે તો હવે ઓછી કેલરી વાળું વજન ખાવ. ખાવાનો કેલરી ચાર્ટમાં જોઇને તે મુજબ તમે તમારું અઠવાડિયાનું ખાવાનું પ્લાન કરો. અને તેને સ્ટ્રીકલી ફોલો કરો.

બેલેન્સ મીલ
જો તમે વીકએન્ડમાં વધુ કેલરી વાળું ભોજન કરી લીધું હોય તો તમે તમારો એક ટાઇમનો ડિનર છોડીને સલાડ ખાવ.જેમાં ગાજર, પાલક, પત્તાગોબી, કાકડી, ટમેટા જેવી વસ્તુઓ હોય. અને સાથે જ ડ્રાયફ્રૂટ કે કોઇ ફળ પણ લઇ શકો છો.

લો ફેટ મીલ
શનિ રવિ વધુ ફેટ વાળું ખાવાનું ખાધા પછી બાકીના દિવસોમાં તેવું ખાવાનું ખાવ જે લો ફેટ વાળું હોય એટલે કે તેમાં ધી, તેલ ઓછા પ્રમાણમાં હોય. અને બને તો કાર્બોહાઇડ્રેટ પર પણ ફોકસ કરો અને તેને ઓછું કરો.

પ્રોટિન
સાથે જ પ્રયાસ કરો કે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર તમે ફણગાવેલા કઠોળ ખાવ. તે પણ સવારે. પ્રોટિન વાળો આવો ખોરાક તમારા મેટોબોલિઝમ માટે પણ સારો રહેશે.

કસરત
આજકાલના ડાયેટિશ્યન એક જ વાત કરે છે. તમને આઇસ્ક્રીમ ખાવાનું મન થાય છે ખાઇ લો. પણ તે પછી રોજ જે 30 મિનિટ ચાલતા હતા તેના બદલે બે દિવસ વધુ મહેનત કરીને 45 મિનિટ ચાલો. એટલે કે વધુ ખાવ છો તો થોડા વધુ સમય કસરત કરીને તે ફેટને બર્ન પણ કરી લો.

યોગ
યોગ કરવાથી શરીર લાંબા ગાળા સુધી ફીટ રહે છે. તો હવે જો તમે આવનારા અઠવાડિયામાં તમારી ડાયેટને પરફેક્ટ રાખવા માંગતા હોવ તો યોગ જરૂરથી કરો. ધ્યાન કરવાથી મગજ અને આવેગો પર વધુ સારી રીતે કાબુ મેળવી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
