ઇજિપ્તની મહિલાઓના આ બ્યૂટી સિક્રેટ છે અજમાવા જેવા!
ઇજિપ્તનું નામ કાને પડતા જ જે પહેલું ચિત્ર મગજમાં ઉપજે છે તે છે કેલિઓપેટ્રા. જેની સુંદરતાના વખાણ દુનિયાભરમાં આજેય થાય છે. ભારતની જેમ જ ઇજિપ્તની મહિલાઓ પણ તેમની સુંદરતાને લઇને પહેલેથી સજાગ હતી. અને તે પોતાની સુંદરતાને ઉજાગર કરવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરતી હતી.
એટલું જ નહીં દુનિયામાં લિપ્સિટીક અને આઇલાઇનર જેવા સૌદર્ય પ્રસાધનોને વિકસાવવા પાછળનો ઇતિહાસ જોશો તો તેમાં પણ તમને ઇજિપ્તનું નામ જરૂરથી જેવો મળશે. ત્યારે ઇજિપ્તના તે બ્યૂટી સિક્રેટ જે ઇજિપ્તની તમામ મહિલાઓ તેમના સૌદર્યને નિખરવા માટે ઉપયોગ કરતી હતી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

કુંવાર પાઠું
ઇજિપ્તની મહિલાઓ કુંવાર પાઠું એટલે કે એલોવેરાનો તેમના વાળ અને ચહેરા પર મોટા પ્રમાણમાં ઉપયોગ કરતી હતી. જેનાથી તેમના વાળ સ્વસ્થ અને ચમકદાર રહેતા હતા.

દૂધ અને મધ
કેલિઓપેટ્રો દૂધમાં હોઝમાં નહાતી હતી તે વાત તો બધા જ જાણે છે. પણ સામાન્ય ઇજિપ્તની મહિલાઓ પણ દૂધ અને મધના મિશ્રણને શરીર પર લગાવી તેને પાંચ મિનિટ રહેવા દેતી અને પછી નાહતી હતી. જેનાથી તેમનું શરીર પ્રાકૃતિક રીતે સુંવાળુ રહેતું હતું.

વાળ માટે
વાળને ધોળા પછી તે નાળિયેરના દૂધ કે શિયા બટરને વાળને કંડિશ્નર કરવા માટે ઉપયોગમાં લેતી હતી.

સી સોલ્ટ
સી સોલ્ટનો બહોળો ઉપયોગ ઇજિપ્તની મહિલાઓ તેમની સુંદરતાને નીખરવા માટે કરતી હતી. સી સ્લોટ દ્વારા તે પોતાના શરીર પરની ડેડ સ્ક્રીનને દૂર કરતી હતી.

મેથીનો ફેસપેક, મેથીની ચા
મેથીને દળી તેનો ફેસપેક તરીકે ઉપયોગ ઇજિપ્તની મહિલાઓ કરતી હતી. સાથે જ મેથીની ચા પણ પીને તે શરીરને અંદરથી એન્ટીઓક્સિડન્ટ કરતી હતી.

બદામ
ઇજિપ્તની મહિલાઓ લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે મોટા પ્રમાણમાં બદામનો ઉપયોગ કરતી હતી. તે વાળ વાળ અને શરીર પર બદામના તેલનો મસાજ કરતી હતી.

મેકઅપ ટિપ્સ
વાળને રંગ કરવા માટે ઇજિપ્તની મહિલાઓ મહેંદીનો ઉપયોગ કરતી હતી. તો નખ રંગવા, વાળની લટને રંગવા બીટરૂટ અને કેસરનો ઉપયોગ કરતી હતી. વળી તે બીટરૂટના રસને લિપ્સ્ટિક તરીકે પણ લગાવતી હતી. સાથે જ આઇલાઇનર માટે બદામને બાળી તેના ભૂકામાંથી બનાવેલી પેસ્ટને વાપરતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
