WhatsApp Chat Lock Featured launched: વૉટ્સએપનુ નવુ ચેટ લૉક ફીચર લૉન્ચ, હવે ખાનગી વાતચીત કોઈ જોઈ નહિ શકે
WhatsApp Chat Lock Featured launched: વૉટ્સએપની માલિકી ધરાવતી મેટા કંપનીએ પોતાના યુઝર્સ માટે એક નવુ ફીચર લૉન્ચ કર્યુ છે. આનાથી યુઝર્સ પાસવર્ડ કે બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને ખાસ ચેટને લૉક કરી શકે છે.
આ ઉપરાંત આ ચેટને એક ફોલ્ડરમાં સ્ટોર કરવામાં આવશે. નોટિફિકેશનમાં પણ આ મેસેજના નામ અને મેસેજ નહિ દેખાય અને માત્ર ઑથેંટિકેશન પછી જ તેને એક્સેસ કરી શકાશે. આ ફીચરને ચેટ લૉક નામ આપવામાં આવ્યુ છે.

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટમાં ચેટ લૉક ફીચર લૉન્ચ કરવાની માહિતી આપી. તેમણે લખ્યુ કે, વૉટ્સએપમાં નવુ ચેટ લૉક તમારી વાતચીતને વધુ ગોપનીય બનાવશે. ઝુકરબર્ગે એક નિવેદનમાં કહ્યુ કે અમે નવુ ફીચર ચેટ લૉક શરુ કરવા માટે ઉત્સાહિત છીએ, જે યુઝર્સને સુરક્ષાના નેક્સ્ટ લેવલ સાથે સૌથી વધુ ગોપનીય ચેટ છુપાવવા દે છે.
તેમણે ઉમેર્યુ હતુ કે ચેટને લૉક કરવાથી તે થ્રેડ ઇનબૉક્સની બહાર નીકળી જાય છે અને તેને તેના પોતાના ફોલ્ડરની પાછળ મૂકે છે, જે ફક્ત ઉપકરણ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિકથી ઍક્સેસ કરી શકાય છે. તે આ ચેટની સામગ્રીને સૂચનાઓમાં આપમેળે છુપાવી દે છે.
આ ફીચરની જરૂરિયાત અંગે માર્કે કહ્યું કે આ ફીચર તે લોકો માટે ઉપયોગી થશે જેમને સમયાંતરે પરિવારના સભ્ય સાથે પોતાનો ફોન શેર કરવાનો હોય છે અથવા તે ક્ષણોમાં જ્યારે તમારે તમારો ફોન કોઈ અન્ય સાથે શેર કરવાનો હોય છે. આવા સમયે એક ખાસ સંદેશ આવે છે. જો ચેટ લૉક હોય તો તેની ગોપનીયતા અકબંધ રહેશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા અત્યારે આઈઓએસ અને એંડ઼્રોયડ ડિવાઈસ પર યુઝર્સ માટે આખા વૉટ્સએપને પિન કોડ કે બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને લૉક કરવાનુ ઑપ્શન હતુ. હવે આ નવા ફીચર સાથે યુઝર્સ અમુક ખાસ પ્રાઈવેટ મેસેજવાળી ચેટને પણ પ્રાઈવેટ કરી શકશે. જો કોઈ યુઝરને તમારા ફોનનુ એક્સેસ મળી પણ જાય તો પણ લૉક કરેલી ચેટ સિક્યોર અને સેફ રહેશે.
સુરક્ષા અને પ્રાઈવસીને લઈને વૉટ્સએપમાં પહેલાથી જ ઘણા ફીચર્સ એડ કરવામાં આવી ચૂક્યા છે. આમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ, અદ્રશ્ય સંદેશાઓ, સ્ક્રીનશૉટ બ્લોકિંગ અને વધુનો સમાવેશ થાય છે. નવા અપડેટ સાથે, મેટા કંપની વૉટ્સએપની ગોપનીયતા અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માંગે છે.
ચેટને આ રીતે કરો લૉક
- એંડ્રોયડ અને આઈઓએસ ડિવાઈસ પર સૌથી પહેલા વૉટ્સએપ અપડેટ કરો અથવા લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લો.
- ત્યારબાદ જે ચેટને તમે લૉક કરવા માંગતા હોય તેના પર જાવ.
- હવે પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને Chat Lock નામનુ એક નવુ ઑપ્શન દેખાશે જે disappearing message menuની નીચે છે.
- ત્યારબાદ Chat Lockને ઈનેબલ કરો અને પોતાના ફોન કે પાસવર્ડ કે બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને તેને ઑથેંટિકેટ કરો.
વૉટ્સએપમાં લૉક કરેલી ચેટને કેવી રીતે એક્સેસ કરવી
- લૉક કરેલી બધી ચેટને એક્સેસ કરવા માટે વૉટ્સએપના હોમ પેજ પર સ્વાઈપ ડાઉન કરવાનુ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
