ઘણા કામ આવશે આ પોકેટ ગેજેટ
આપણે જ્યારે પણ મિત્રતાઓ સાથે પિકનિક અથવા તો કોલેજ પ્રવાસ પર જઇએ છીએ તો આપણી સાથે કેટલાક એવા ગેજેટ પણ લઇને જઇએ છીએ, જેમકે મોબાઇલ ફોન, મ્યુજિક પ્લેયર, ગેમિંગ ડિવાઇસ પરંતુ આ તમામને રન કરવા માટે બેટરીની જરૂરત પડે છે. તેવામાં તેને ચાર્જ કરવા હોય તો તમારી પાસે એક સારી પોકેટ પાવર બેન્ક હોવી જોઇએ જે આ તમામ ગેજેટ્સને ચાર્જ કરી શકે.
આ જ પ્રકારે જ્યાં પેન ડ્રાઇવની મદદથી તમે તમારા પીસાના ડેટા સેવ કરી શકો છો, તેવી જ રીતે મોબાઇલના ડેટા પણ પેન ડ્રાઇવમાં સેવ કરવામાં આવી શકે છે. આ માટે તમારી પાસે ઓટીજી પેન ડ્રાઇવ હોવી જોઇએ, જે મોબાઇલ અને પીસી બન્નેમાં પ્રયોગ કરી શકાય છે. તેવી જ રીતે બીજા પોકેટ ગેજેટ છે, જે તમારા દરરોજના કામોમાં ઘણા મદદરૂપ થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ પોકેટ ગેજેટ્સ પર.

પાવર બેન્ક
પાવર બેન્ક આજકાલના જમાનામાં ઘણો પોપ્યુલર ગેજેટ બની રહ્યો છે. પ્રવાસ દરમિયાન અથવા તો ઘરમાંથી મીટિંગ માટે જલદી નિકળવું હોય અને તમારા પોકેટમાં પાવર બેન્ક છે તો આઇપોડ અથવા તો સ્માર્ટફોનને તમે ગમે તે સમયે ચાર્જ કરી શકો છો. બજારમાં તમને 2500 એમએએચથી લઇને 12000 એમએએચ સુધીની પાવર બેન્ક મળી જશે.

સ્માર્ટફોન અને પીસી માટેયુએસબી
તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે હવે પીસીની જેમ સ્માર્ટફોનમાં પણ પેન ડ્રાઇવથી ડેટા લઇ શકાય છે. આ માટે તમારે યુએસબી ઓટીજી પેન ડ્રાઇવ લેવી પડશે, સાધારણ પેન ડ્રાઇવની સરખામણીએ ઓટીજી 100 અથવા 200 રૂપિયા મોંઘી પડે છે, પરંતુ તે પીસી અને મોબાઇલ બન્નેમાં ઉપયોગમાં લઇ શકાય છે.

ટ્રાવેલ ચાર્જર
જો તમે ફરવાા શોખીન છો તો તમારી પાસે હંમેસા એક ટ્રાવેલ ચાર્જર રાખો. કારણ કે દરેક દેશમાં અલગ-અલગ ચાર્જિંગ પોર્ટ હોય છે, જે જરૂરી નથી કે તમારા ચાર્જરમાં ફીટ બેસે તેવામાં ટ્રાવેલ ચાર્જરની મદદથી તમે તમારી ડિવાઇઝને ચાર્જ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ સાઇઝ પાવર બેન્ક
અમે તમને પહેલા પાવર બેન્ક અંગે જણાવી ચૂક્યા છીએ, પરંતુ આ પાવર બેન્ક સામાન્ય રીતે આઇફોન મટે છે, જેને તમે તમારા પર્સમાં ક્રેડિટ કાર્ડની જેમ રાખી શકો છો. એટલે કે તમારે હંમેશા આઇફોનના ચાર્જરને સાથે લઇને જવાની જરૂર નથી.

ક્રેડિટ કાર્ડ સાઇઝ પેન ડ્રાઇવ
તેવામાં અક્સર જોવામાં આવ્યું છે, ઉતાવળમાં આપણે અનેક વસ્તુઓ ભુલી જઇએ છે, પરંતુ તમારું પર્સ ક્યારેય નહીં ભુલો. ક્રેડિટ કાર્ડ સાઇઝ પેન ડ્રાઇવ તમે તમારા પર્સમાં આરામથી રાખી શકો છો. એટલે કે તમને જ્યારે પણ જરૂર પડે પર્સમાંથી પેન ડ્રાઇવને કાઢીને ઉપયોગમાં લઇ શકો છો.

પોકેટ સ્પીકર
મ્યુઝીકની મજા ઘરમા જ શા માટે બહાર પણ લઇ શકો છો. આ માટે પોકેટ સ્પીકર છે ને, તેને તમારી બેગમાં રાખો અને ગમે ત્યાં તમારા ફોન સાથે કનેક્ટ કરીને પાર્ટી કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
