Whatsapp ના સ્પામ કોલથી છો પરેશાન? આ સેટિંગથી મળશે છુટકારો
Whatsapp પર અવારનવાર આવતા સ્પામ કોલને કારણે લોકો પરેશાન છે. આ સાથે લોકોમાં Whatsapp હેકિંગનું જોખમનો ડર પણ રહે છે. આ ફ્રોડ અને સ્પામ કોલને રોકવા માટે તમારે થોડા સેટિંગ કરવા પડશે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, Whatsapp ના સેટિંગ બદલીને સ્પામ કોલ્સથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. આ માટે WhatsApp એ એક નવું ફીચર ઉમેર્યું છે. આની મદદથી સ્પામ કોલ્સ કોઈપણ મુશ્કેલી વિના આપોઆપ સાઈલન્સ થઈ શકે છે.

WhatsApp ના નવા પ્રાઈવસી ફીચરની જાહેરાત કરતા મેટા સીઈઓએ જણાવ્યું હતું કે, આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ મુશ્કેલી વિના અનિચ્છનીય અને અજાણ્યા કોલને ઓટોમેટીક રીતે સાઈલન્સ કરી શકશે.
યુઝર્સને તે કોલ સંબંધિત સૂચનાઓ ચોક્કસપણે મળશે. જો યુઝર તે કોલનો જવાબ આપવા માંગે છે, તો તે કરી શકે છે. નોટિફિકેશન કોલ લિસ્ટમાં દેખાશે.
આ રીતે કામ કરશે નવું ફીચર
ઝુકરબર્ગે આપેલી માહિતી અનુસાર, WhatsApp ના નવા ફીચરને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તમારે Whatsapp ઓપન કરવું પડશે.
આ પછી, તમારે આઇ બટન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જવું પડશે.
અહીં નીચેથી ત્રીજા નંબર પર રજૂ કરાયેલું નવું ફીચર 'Calls' દેખાશે.
હવે 'Calls' ટેબ પર ક્લિક કરો અને 'Silence unknown callers' વિકલ્પ સક્રિય કરો.
આ પછી આ નવું ફીચર એક્ટિવેટ થઈ જશે અને તમને અજાણ્યા નંબરોથી છુટકારો મળશે. અજાણ્યા નંબર પરથી કોલ આપોઆપ શાંત થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
