ચીનમાં આ રીતે ઉડાવવામાં આવે છે એપલનો મજાક
જ્યારે માર્કેટમાં કોઇ પોપ્યુલર પ્રોડેક્ટ આવે છે, તો થોડાક દિવસો પછી આપણને તેનો ક્લોન પણ માર્કેટમાં મળવા લાગે છે, પરંતુ ચીન માર્કેટનો નજારો કંઇક બીજો જ છે, જો એપલની વાત કરવામાં આવે તો ચીનમાં એપલની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ અહીંની સ્થાનિક કંપનીઓએ એપલની તમામ પ્રોડક્ટ જેવી અદ્દલ પ્રોડક્ટ લોન્ચ કરી છે.
ચીનની આ સ્થાનિક કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રોડક્ટ્સમાં એપલના આઇફોન, માઉસ, આઇમેક જેવી ઘણી બધી પ્રોડક્ટ્સ છે. નોંધનીય છે કે, ચીનમાં આખું એક એવું બજાર છે, જેમાં વિશ્વભરના બજારમાં જે કોઇપણ લોકપ્રિય થયેલી પ્રોડક્ટ હોય છે, તેની નકલ સમાન પ્રોડક્ટ લોન્ચ કરી દેવામાં આવે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નજર ફેરવીએ આવી જ કેટલીક પ્રોડક્ટ્સ પર.

એમ 8 કૂલ મેજિક માઉસ
એમ 8 મેજિક માઉસ અને એપલના મૈકબુક માઉસને તમે એક સાથે રાખશો તો કદાચ જ કોઇ તેને જોઇને કહીં શકશે કે કયુ માઉસ એપલનું છે. એમ 8 માઉસમાં ડ્યુએલ સીમ સપોર્ટની સાથે ફ્રન્ટ રિયર કેમેરા અને બ્લૂટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે. ચીનમાં આ માઉસને ઘણા પસંદ કરવામાં આવી રહ્યાં છે.

લવી એસ21આઇ
લવીને ચીનમાં આઇમેકની કોપી કહી શકો છો. લવીમાં 3.3 ગીગાહર્ટ ઇન્ટલ આઇ3 ડ્યૂએલ કોર સીપીયુ અને 2.9 ગીગાહર્ટ ઇન્ટલ આઇ5 ક્વોઉ કોર સીપીયુ આપવામાં આવ્યું છે. સાથે જ 500 જીબી હાર્ડ ડિસ્ક ઇનબિલ્ડ છે. ચીનમાં એપલ પ્રોડક્ટ પર પ્રતિબંધ હોવાના કારણે લીવી જેવા ક્લોન ડિવાઇસ એપલ ક્લોન ઘણી પસંદ કરવામાં આવે છે.

જીયોમી બોક્સ એપલ ટીવી
જિયોમી બોક્સને એપલી ટીવીનું ક્લોન કહેવામા આવે છે જો કે ક્લોન હોવા છતા પણ તે એપલ ટીવી કરતા વધારે પાવરફૂલ છે. એન્ડ્રોઇડ બેસ પ્લેટફોર્મ પર રન કરતા જિયોમી બોક્સમાં કાર્ટેક્સ એ9 800 મેગાહર્ટ કાર્ટેક્સ પ્રોસેસર, 1જીબી રેમ, એચડીએમઆઇ પોર્ટ, વાઇફાઇ અને માઇક્રો યુએસબી પોર્ટ આપવામાં આવ્યાં છે.

ગુડપેડ મીની
ગુડપેડ મીની એટલે કે આઇપેડ મીનીનું ક્લોન, પરંતુ ફીચરના મામલામાં તે આઇપેડ મીની જેવું નથી. એન્ડ્રોઇડ જેલી બીન 4.1 ઓએસ સાથે ગુડપેડ મીની માત્ર શેપ અને સાઇઝમાં આઇપેડ મીની જેવું લાગે છે.

ગુડફોન આઇ5
ગુડપેડ મીનીની જેમ ગુડફોન આઇ5 પણ આઇફોન5નો ક્લોન છે. 3.5 ઇંચની સ્ક્રિનની સાથે ગુડફોનમાં 5.0 મેગાપિક્સલ કેમેરા અને 1.3 મેગાપિક્સલ ફેસટાઇમ કેમેરા ફીચર આપવામાં આવ્યો છે. ચીનમાં ગુડફોનને ઘણો પસંદ કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
