Refrigerator blast : ઉનાળામાં આ ભૂલ ક્યારેય ન કરો, નહીં તો ફ્રિજ બની જશે બોમ્બ
Refrigerator blast : ઉનાળાની ગરમીમાં રાહત માટે ફ્રિજ એક જરૂરી સાધન છે. જો કે ઘણા લોકો ફ્રિજનો સાચો ઉપયોગ નથી કરતા અને તેના કારણે ક્યારેક મોટી આફત નોતરી બેસે છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સામાન્ય ભૂલોને લીધે ફ્રિજનો કંપ્રેસરમાં બ્લાસ્ટ થઈ શકે છે. જો ફ્રિજના ઉપયોગ દરમિયાન કેટલીક ખાસ સાવચેતીઓ ન રખાય તો આવી નોબત આવી શકે છે.

ફ્રિજને દિવાલ સાથે લાવી મૂકવુ - ઓવરહિટિંગ
ફ્રિજના કંપ્રેસરને ઠંડું રહેવા માટે યોગ્ય હવામાં અવાજ-જવાજ જરૂરી છે. જો તમે ફ્રિજને બિલકુલ દિવાલ સાથે લાવી મૂકી દો છો, તો હવાની અવરજવર નથી થતી અને કંપ્રેસર ઓવરહિટ થવા લાગે છે. આ સ્થિતિમાં બ્લાસ્ટ થવાનો ખતરો વધી જાય છે.
ફ્રિજને હંમેશા દિવાલથી ઓછામાં ઓછું 6થી 8 ઇંચ દૂર રાખો. ફ્રિજના એરફ્લો માટે પૂરતી જગ્યા રાખો.
ખરાબ વાયરિંગ અથવા લૂઝ કનેક્શન
જો ઘરમાં ખોટી વાયરિંગ કે લૂઝ પ્લગ હોય તો ફ્રિજમાં સ્પાર્કિંગ અથવા શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારની ઇલેક્ટ્રિકલ ખામીના કારણે ફ્રિજ બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે.
વિજળીની લાઇન અને પ્લગ પોઇન્ટ સમયાંતરે ચેક કરાવતા રહો. સસ્તી કે લોકલ વાયરિંગ ટાળો અને ક્વોલિટી કનેક્શન ઉપયોગમાં લો.
વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન - સ્ટેબલ પાવર સપ્લાઈ ન હોવી
ઘણા વિસ્તારોમાં ઉનાળામાં લાઈટ સતત જતી રહે છે અને વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ રહે છે. આ સ્થિતિમાં ફ્રિજનું કંપ્રેસર ડેમેજ થઈ શકે છે અને બ્લાસ્ટ જેવી ઘટના બની શકે છે.
ફ્રિજ સાથે વોલ્ટેજ સ્ટેબલાઈઝરનો ઉપયોગ કરો. આ ફ્રિજને વોલ્ટેજ શોકથી બચાવે છે અને સલામત રાખે છે.
ફ્રિજમાં વધારે સામાન ભરવો
ફ્રિજમાં નક્કી ક્ષમતા મુજબ જ સામાન રાખવો જોઈએ. જો જરૂર કરતાં વધુ વસ્તુઓ ભરી દો છો તો કંપ્રેસર પર વધુ લોડ આવે છે. પરિણામે તે ગરમ થઈ જાય છે અને બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે.
ખૂબ જ જૂના કંપ્રેસર અથવા ફ્રિજ વાપરવા
કંપ્રેસર ફ્રિજના હૃદય સમાન છે. જો તમારી પાસે 10 વર્ષથી વધુ જુનુ ફ્રિજ છે તો તેનો કંપ્રેસર હંમેશા ઓવરલોડ થાય છે. આવા જૂના મોડલમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધુ હોય છે.
જુના ફ્રિજ હોય તો સમયસર નવા મોડલમાં અપગ્રેડ કરો. સમયાંતરે કંપ્રેસરની સર્વિસિંગ પણ કરાવવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
