મોબાઇલમાં ધૂસીને માંગે છે "ફિરોતી", આ Virusથી આ રીતે બચો
તમે અનેક પ્રકારના વાયરસ જોયા હશે પણ આજે અમે તમને એક તેવા વાયરસ વિષે જણાવવાના છીએ જે તમારો હોશ ઉડાવી દેશે. આ વાયરસ તમારા મોબાઇલ અને કોમ્પ્યૂટરમાં ધૂસી જઇને તમારી જરૂરી ફાઇલો પર કબ્જો મેળવી લે છે.
આ વાયરસ એક અપહરણકર્તાની જેમ કામ કરે છે. તે પહેલા તમારી જરૂરી ફાઇલો પર કાબુ મેળવી લે છે અને પછી તેને છોડવા માટે તમારી પાસે પૈસા માંગે છે. એટલું જ નહીં તેની પણ કોઇ ગેરંટી નથી કે આમ કર્યા પછી પણ આ વાયરસ તમારી ફાઇલોને તમને સોંપી દે.

સૌથી ખતરનાક
નોર્ટનના સિમેન્ટિકની તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાયરસ છે. જેણે દુનિયાના અનેક લોકોને નુક્શાન પહોંચાડ્યું છે. અને આ વાયરસનું નામ છે "રૈનસમવેયર".રિસર્ચમાં જણાવ્યા મુજબ જાન્યુઆરી 2015થી એપ્રિલ 2016 સુધીમાં 57 ટકા લોકો આ રૈનસમવેયર વાયરસના શિકાર થઇ ચૂક્યા છે.

કેવી રીતે કામ કરે છે?
રૈનસમ નામનો આ વાયરસ તમારા ફોન કે પછી કોમ્પ્યૂટરમાં હાજર તસવીરો, ટેક્સ રિટર્ન, બેકિંગ રેકોર્ડ જેવા દસ્તાવેજો પર હુમલો કરે છે.

કંપનીઓને પણ ફસાવે છે
એટલું જ નહીં આ વાયરસ કેટલીક વાર કંપનીના સર્વર પર પણ પોતાના કાબુ મેળવી લે છે. અને પછી કંપનીની આ જાણકારી માટે વાયરસને કિંમત ચૂકવવી પડે છે. જો કે આ વાયરસ ફાઇલોને કોઇ નુક્શાન નથી પહોંચાડતો.

કેટલા પૈસા માંગે છે
ત્યારે આ વાયરસ દ્વારા ગત વર્ષ કરતા આ વર્ષે વધુ ફિરોતીની રકમ માંગવામાં આવી રહી છે. ગત વર્ષે રૈનસમવેયર વાયરસે અંદાજે લોકો પાસેથી 19,670 રૂપિયા માંગ્યા હતા. ત્યારે આ વર્ષે 2016માં આ રકમ વધીને 45,428 રૂપિયા થઇ ગઇ છે.

કેવી રીતે બચવું?
આ વાયરસને ફેલવવા માટે મોટાભાગે લોકોના મોબાઇલ કે કોમ્પ્યૂટરમાં ઇન્ટનેટનો ઉપયોગ કરીને કોઇ પોર્ન વીડિયોની લિંક મોકલવામાં આવે છે. જે પર ક્લિક કરવાથી તમારો ફોન લોક થઇ જાય છે. મેસેજમાં કહેવાય છે કે તમે ચાઇલ્ડ પોર્ન વાળી વીડિયો જોઇએ માટે તમારો ફોન લોક થયો છે.

પછી શું
તે પછી વાયરસ ફેલાવનાર તમને અપટેડ કરવાનું કહેશે. જે દ્વારા તમે આ વાયરસના શિકાર બનો છો. આ વાયરસથી બચવા માટે આવી પ્રકારની કોઇ પણ લિંક પર ક્લિક ન કરવાની સહાલ આપીએ છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
