હવે તમારા શરીરથી જ ચાર્જ થઈ જશે તમારો મોબાઈ ફોન, 19 વર્ષના છોકરાએ ચમત્કાર કર્યો
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે શરીર એ ઉર્જાનો ભંડાર છે. પરંતુ તમે ક્યારેય એવુ નહીં સાંભળ્યુ હોય કે આ ઉર્જાને ઈલેક્ટ્રીસીટી કન્વર્ટ કરીને તેનો બીજો ઉપયોગ કરી શકાય, જો કે આ એક સત્ય છે. 19 વર્ષના છોકરાએ આ ચમત્કાર કર્યો છે.
બેલારૂસના મિન્સ્કમાં રહેતા 19 વર્ષીય યુવકે નાની ઉમરમાં મોટો ચમત્કાર કર્યો છે. આ યુવાને એક એવા ચમત્કારી ગેજેટનો આવિસ્કાર કર્યો છે જે માણસના શરીરની ઉર્જાને વીજળીમાં કન્વર્ટ કરીને મોબાઈલ ફોન ચાર્જ કરી શકે છે.

આ ડિવાઈસથી વાપરનાર વ્યક્તિ તેના હાથને ઘુમાવીને ફોનની બેટરી ચાર્જ કરી શકે છે. આ ગેજેટ ગતિ ઊર્જા ઉત્પન્ન કરીને વીજળી આપે છે, જેનાથી મોબાઇલને ઝડપથી ચાર્જ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપકરણને કિકસ્ટાર્ટરમાં 50,872 યુરો કરતાં વધુનું ફંડ પણ મળ્યુ છે.
આ અનોખા ગેજેટ બનાવનારા વાગા નામના યુવાને જણાવ્યુ કે, તમારા હાથની દરેક મુવમેન્ટ સાથે રોટરની ગતિ વધે છે અને વધુ પાવર જનરેટ થાય છે. રોટરની સરેરાશ ઝડપ 5,000 rpm છે. તે તમારી જનરેટ કરેલી યાંત્રિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને તમને તમારા ડિવાઈટને પાવર આપે છે.
તેણે જણાવ્યુ કે, કે આ પ્રોડક્ટ વિકસાવવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો છે, જે લોકો વારંવાર મુસાફરી કરે છે અથવા જ્યાં પાવર સૉકેટની અછત છે તેમના માટે વધુ ઉપયોગી થઈ છે.
વાગા દ્વારા વિકસાવાયેલી હેન્ડએનર્જી ડિવાઇસની બેટરીને પુરી રીતે ચાર્જ થવામાં 40 મિનિટથી એક કલાકનો સમય લાગે છે અને જો ફોન એકસાથે ચાર્જ કરવામાં આવે તો આ ઝડપ 30 ટકા ઘટી જાય છે.
વાગા અને તેની ટીમ માને છે કે આ હેન્ડ એનર્જી ડિવાઈસ સફરમાં ઈમરજન્સીમાં પાવર જનરેટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈપણ ઈંધણ વગર ગ્રીન એનર્જી જનરેટ કરે છે. આ ડિવાઈસ વારંવાર ઉપયોગકર્તાઓ તેની સાથે આવતી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગેજેટનો ઉપયોગ કરીને કેટલી ઉર્જા ઉત્પન્ન કરી છે તે જોઈ શકે છે.
વાગા અનુસાર, આ ડિવાઈસના રિવ્યુ ખુબ જ સારા રહ્યા છે અને લોકોએ આ પ્રોજેક્ટની પ્રશંસા કરી છે. લોકો ખુશ છે તેકોઈ એવું ઉપકરણ લઈને આવ્યું છે જે તેમને પાવરની અછતથી બચાવશે. આ હેન્ડએનર્જી ડિવાઈસ માર્ચ 2024 માં 84 યુરોની અંદાજિત છૂટક કિંમત સાથે બજારમાં મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
