હવે WhatsApp માં પણ મળશે ટેલિગ્રામ જેવી ચેનલ, જાણો નવા ફિચર વિશે
સોશિયલ મીડિયા પર રોજ રોજ નવા ફિચર આવી રહ્યા છે. વોટ્સએપ સહિતની કંપનીઓ સતત તેના ફિચરને અપડેટ કરી રહી છે ત્યારે હવે વોટ્સએપે ટેલિગ્રામ જેવુ જ ફિચર લોંચ કર્યુ છે.
હાલમાં જ મેટાએ તેનું વોટ્સએપ ચેનલ્સ ફિચર લોંચ કર્યુ છે. આ બ્રોડકાસ્ટ ટુલમાં યુઝર્સને ફોલો કરવાની અને તેને અપડેટ કરવાની સુવિધા મળશે.

આ ફિચરની મદદથી તમે વિવિધ સબજેક્ટને લગતી WhatsApp ચેનલો બનાવી શકો છો અને તેને ફોલો કરી શકો છો. તમે WhatsApp ચેનલમાં ટેક્સ્ટ, ફોટા, વીડિયો, સ્ટીકરો અને વોટીંગ શેર કરી શકો છો.
WhatsApp ચેનલ તમારી ચેટ્સ અને કૉલ્સ સાથે અપડેટ નામની નવી ટેબ તરીકે જોવા મળશે. તમે તમે જે ચેનલને ફોલો કરશો તે જોવા મળશે. આ સિવાય મેટા એક સર્ચ ટુલ પણ બનાવી રહ્યુ છે. આનાથી તમે શોખ, રમતગમતની ટીમો, સ્થાનિક અધિકારીઓના અપડેટ્સ અને વધુ જેવી વિવિધ વસ્તુઓ વિશે ચેનલ સર્ચ કરી શકો છો.
WhatsApp એક પર્સનલ મેસેજિંગ એપ્લિકેશન છે પરંતુ ચેનલ પબ્લિક ટુલની જેમ કામ કરશે. પ્રાઈવર્સી માટે WhatsApp એડમિન અને ફોલોઅર્સના ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો હાઈડ રાખશે. જો કે ચેનલો અન્ય ચેટ્સની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ નહીં હોય.
મેટા અનુસાર, આ ફક્ત 30 દિવસ સુધી ચેનલ હિસ્ટ્રી સાચવશે અને ફોલોઅર્સના ડિવાઈસમાંથી અપડેટ્સને ઝડપથી દૂર કરવા માટે પણ કામ કરશે. કેટલીક ચેનલો કે જે બિન-લાભકારી અથવા આરોગ્ય સંસ્થા છે તેને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બનાવવાનું પણ વિચારાઈ રહ્યું છે.
ચેનલ પર એડમિનનું નિયંત્રણ હોવાથી તેમની પાસે તેની ચેનલમાંથી સ્ક્રીનશોટ અને ફોરવર્ડને બ્લોક કરવાનો વિકલ્પ પણ હશે. એડમિન પણ નક્કી કરી શકશે કે તેમની ચેનલને કોણ ફોલો શકે છે અને તે સર્ચમાં આવશે કે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
