Jio Phone 2નો ફ્લેશ સેલ શરૂ, જાણો કેવી રીતે ખરીદશો
આજે બપોરથી જિયો ફોન 2નો બીજો ફ્લેશ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં સીમિત સંખ્યામાં જિયો ફોન 2ને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આજે બપોરથી જિયો ફોન 2નો બીજો ફ્લેશ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં સીમિત સંખ્યામાં જિયો ફોન 2ને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે 12 વાગ્યેથી શરૂ થયેલ આ ફ્લેશ સેલ બે અઠવાડિયા સુધી ચાલશે. જો તમે પણ જિયો ફોન ખરીદવા માંગો છો તો જિયો ડોટ કોમ પરથી મેળવી શકશો. આ ફોન બે સિમ સ્લોટની સાથે આવે છે. જેમાંથી એકમાં જિયોના સિમને વાપરી શકાય છે જ્યારે બીજા સ્લોટમાં અન્ય કંપનીના સિમનો ઉપયોગ કરી શકાય છે.

ફોનની કિંમત
ભારતમાં રિલાયન્સ જિયો ફોન 2ની કિંમત 2999 રૂપિયાથી શરૂ થાય છે. જિયો ફોન 1ની જેમ આ હેન્ડસેટમાં કોઈ રિફન્ડ નહીં મળે. જો તમે પણ આ ફોનને ખરીદવા માંગો છો તો 5-7 દિવસમાં ફોનને ગ્રાહક પાસે મોકલી આપવામાં આવશે.

શું છે ખાસિયત
જિયો ફોન 2 ડ્યૂઅલ સિમ સ્માર્ટફોન છે, જેમાં 2.4 ઈંચનો ક્યૂવીજીએ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં કાઈ ઓએસ છે. આ ફોનની રેમ 512MBની છે જ્યારે 4GBનો ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. ફોનમાં 2 મેગાપિક્સલનો કેમેરા અને 2000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી ફીચરમાં વીઓએલટીઈ, વીઓવાઈફાઈ, એનએફસી, જીપીએસ, બ્લૂટૂથ અને એફએમ રેડિયો સામેલ છે.

કેવી રીતે ખરીદશો
- જિયો ફોનને ખરીદવા માટે તમારે જિયોની વેબસાઈટ પર જઈને લાલ રંગના ફ્લેશ સેલ બટનને દબાવવાનું રહેશે.
- ફ્લેશ સેલ બટન પર ટેપ કર્યા બાદ buy now ઓપ્શન ક્લિક કરવાનો રહેશે.
- બાદમાં તમારા એરિયાનો પિનકોડ નાખતાની સાથે જ ફોન તમારા કાર્ટમાં એડ થઈ જશે.
- એડ્રેસ સહિતની માહિતી ઉમેરવી.
- બાદમાં ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા તો જિયો મની દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.
- તમારી પાસેથી 99 રૂપિયા શિપિંગ ચાર્જ વસૂલવામાં આવશે.
- બુકિંગના 7 દિવસમાં જિયો ફોન તમારા ઘરે પહોંચી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
