iPhone 17 : આઈફોન 17 ની ડિઝાઈન લીક થઈ, જુઓ કેવો દેખાય છે ફોન?
Apple iPhone 17 : હાલમાં જ આઈફોન 16 લોંચ થયો છે અને એપ્પલનો આગામી ફોન આઈફોન 17 આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં આવી શકે છે.
જો કે ફોન લોંચ થાય તે પહેલા જ ફોનની ડિઝાઈન લીક થઈ છે. આ લુકને જોતા લાગી રહ્યું છે કે ફોનમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે.

સમાચારો અનુસાર, આઇફોન 17 સિરીઝ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. iPhone 17 સંબંધિત લીક થયેલી માહિતી અનુસાર આ વખતે, શ્રેણીમાં બેઝ, પ્લસ, પ્રો અને પ્રો મેક્સની સાથે સ્લિમ વેરિઅન્ટ પણ લોંચ થઈ શકે છે.
આ પહેલા એક લીકથી સંકેત મળ્યો હતો કે આ શ્રેણીમાં રીઅર કેમેરા મોડ્યુલની નવી ડિઝાઇન હોઈ શકે છે. એક નવા લીકમાં દાવો કરાયો છે કે હાલના iPhones માં જોવા મળતા ચોરસ કેમેરા ડિઝાઇનથી અલગ હોઈ શકે છે.
હાલમાં જ @MajinBuOfficia નામના એક્સ હેન્ડલ પર iPhone 17 ના પાછળના પેનલના ફોટો શેર કરાયા છે. પોસ્ટમાં iPhone વેરિઅન્ટનો ઉલ્લેખ નથી પરંતુ તે બેઝ મોડેલ હોઈ શકે છે. ફોટોમાં ડાબી બાજુ એક કેમેરા કટઆઉટ સાથે ટોચ પર વિઝર જેવુ મોડ્યુલ જોવા મળ્યુ છે.
આ વિઝર સ્ટાઈલ ડિઝાઇનની તુલના ગૂગલ પિક્સેલ સ્માર્ટફોનના કેમેરા મોડ્યુલ સાથે કરી શકાય છે. જણાવી દઈએ કે, iPhone 16 અને iPhone 16 Plus માં વર્ટિકલ એલિપ્ટિકલ રીઅર કેમેરા મોડ્યુલ છે, જ્યારે Pro મોડેલમાં iPhone 11 થી ચોરસ ડિઝાઇન જોવા મળી છે.
અગાઉના એક લીકમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ નવી ડિઝાઇન ફ્રન્ટ સ્ટ્રક્ચર લાઇટ માટે જગ્યા બનાવશે, જેનો ઉપયોગ કદાચ ફેસ આઈડી માટે કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, iPhone 17 Pro અને Pro Max માં 48-મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા અને 5x ઓપ્ટિકલ ઝૂમ હોઈ શકે છે. આ iPhone 16 Pro મોડેલ પરના 12-મેગાપિક્સલ કેમેરા કરતાં એક મોટું અપગ્રેડ હશે. iPhone 16 Pro અને Pro Max માં 12-મેગાપિક્સલનો TrueDepth સેલ્ફી કેમેરા છે, જ્યારે iPhone 17 Pro મોડેલમાં 24-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર હોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
