iPhone 15 : આઈફોન 15 ભારતમાં ક્યારે લોંચ થશે? જાણો આ વખતે શું નવુ મળશે?
આઈફોન 15 ની રાહ જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. હાલમાં જ એપ્પલે વન્ડરલસ્ટ લૉન્ચ ઇવેન્ટમાં iPhone 15 લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લોંચ સાથે ઘણા સવાલોના જવાબ મળી ગયા છે.

iPhone 15 માં કુલ કેટલા મોડલ હશે?
કંપની અનુસાર iPhone 15માં કુલ ચાર મોડલ લોન્ચ કરાયા છે. જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનો સમાવેશ થાય છે.
ચાર્જરમાં કોઈ ફેરફાર કરાયા છે?
વિશ્વના મોટાભાગના ફોનમાં USB Type-C પોર્ટ ચાર્જર હોય છે પરંતુ iPhone ચાર્જર અલગથી આવે છે. ઘણા દિવસોથી મીડિયામાં એવા અહેવાલો હતા કે આ વખતે iPhoneમાં Type C ચાર્જર હશે, જે સાચું સાબિત થયું છે.
ભારતમાં પ્રી-બુકિંગ ક્યારે શરૂ થશે?
એપ્પલ અનુસાર, પ્રી-ઓર્ડર 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. વધુ માહિતી માટે તમે એપ્પલ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
ભારતીય બજારોમાં ક્યારે આવશે?
iPhone 15 અને iPhone 15 Plus 22 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
iPhone 15 સિરીઝના શું ભાવ હશે?
128GB બેઝ સ્ટોરેજ સાથેના iPhone 15ની કિંમત ₹79,900 હશે. જો તમે iPhone 15 Plus મેળવવા માંગો તો તમારે ₹89,900 ખર્ચવા પડશે. જ્યારે iPhone 15 Proના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,34,900 રૂપિયા છે. તેનું 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 1,44,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
iPhone 15 Pro max આ શ્રેણીનું ટોચનું વેરિઅન્ટ છે. તેની કિંમત 1,99,900 રૂપિયા હશે. તેમાં 1 TB સ્ટોરેજ હશે.
iPhone 14ની કિંમતમાં ઘટાડો થશે?
એપલના જણાવ્યા અનુસાર નવા મોડલ આવ્યા બાદ કંપની જૂના મોડલની કિંમતો ઘટાડશે. iPhone 14ની કિંમત 69,900 રૂપિયા હશે, જ્યારે iPhone 14 Plus 79,900 રૂપિયામાં મળશે.
કયા રંગોમાં ઉપલબ્ધ થશે?
iPhone 15ને પાંચ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરાયો છે. આમાં ગુલાબી, પીળો, લીલો, વાદળી અને બ્લેક સામેલે છે. iPhone 15 Pro ચાર કલર વિકલ્પો સાથે આવી રહ્યો છે, જેમાં બ્લેક ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમનો સમાવેશ થાય છે.
કેવી રીતે અને ક્યાંથી ઓર્ડર કરવો?
iPhone 15 ખરીદવા માટે Appleની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. આ સિવાય તમે તેને એપલ સ્ટોર પરથી પણ મેળવી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
