એક જ એન્ડ્રોઇડ ફોનમાં બે વોટ્સઅપ જોઇએ છે?તો આટલું કરો
આજકાલ લગભગ દરેક ફોનમાં ડ્યૂઅલ સિમની સુવિધા હોય છે. આ જ કારણે મોટા ભાગના દરેક યુઝરની એજ ઇચ્છા હોય છે કે તે પોતાના ફોનમાં બે વોટ્સઅપ એકાઉન્ટનો ઉપયોગ કરે. પણ તેવું અત્યાર સુધી શક્ય નહતું. એટલા માટે જ ધણા લોકોને બે વોટ્સઅપ એકાઉન્ટ માટે બે ફોન સાથે લઇને ફરવું પડતું હતું. પણ હવે તમે આ મુશ્કેલીમાંથી છૂટા થઇ શકો છો અને એક જ ફોનમાં બે અલગ અલગ નંબરોવાળા વોટસઅપ અકાઉન્ટ ધરાવી શકો છો.
આ માટે શું કરશો તે હવે અમે તમને જણાવીશું. આ માટે તમારે OGWhatsApp નામનું એક એપ ઇનસ્ટોલ કરવાનું રહેશે. આ એક નવું એપ છે જે તમને એક જ ફોનમાં બે નંબર પર વોટ્સઅપ કરવાની સુવિધા આપે છે. સાથે જ તે કેટલાક સારા ફિચર પણ આપે છે. તો આ કેવી રીતે કરવું અને શું ખાસ ફિચર છે તેમાં તે વિષે જાણો આ આર્ટીકલમાં...

ડાઉનલોડ કરો
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને આ એપ OGWhatsApp ડાઉનલોડ કરો. નોંધનીય છે કે આ એપ હાલ ખાલી એન્ડ્રાઇડ ફોનના યુઝર માટે જ ઉપલબ્ધ છે.

વોટ્સઅપ ફોલ્ડર બેકઅપ
તમે તમારા ફોનમાં સેવ વોટ્સઅપ ફોલ્ડર. જેમાં તમારા વોટ્સઅપનો પૂરો ડેટા છે તેનો એક બેકઅપ તૈયાર કરીને સેવ કરી લો.

વોટ્સઅપ ડેટા હટાવી નાંખો
હવે પોતાના ફોનમાં વોટ્સઅપ ડેટા હટાવી દો. તે માટે સેટિંગમાં જઇને એપ્સ/વોટ્સઅપ/ઇનસ્ટોલ કરો.

OGWhatsApp
ત્યાર પછી પોતાના ફોનમાં વોટ્સઅપ ફોલ્ડરને OGWhatsApp નામે સેવ કરી લો.

બીજો નંબર એડ કરો
હવે OGWhatsAppમાં પોતાનો પહેલો નંબર વેરીફાઇ કરો અને પછી બીજો નંબર જે તમે યુઝ કરવા ઇચ્છા હોવ તે નાંખી તેને વેરીફાઇ કરી લો.

હવે એક ફોનમાં બે વોટ્સઅપ
બસ થઇ ગયું. હવે તમારા એક જ ફોન તમારી પાસે છે બે અલગ અલગ નંબર વાળા બે વોટ્સઅપ એકાઉન્ટ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
