ગરમીમાં ગેજેટ્સને આ રીતે રાખો ઠંડા ઠંડા, કૂલ-કૂલ
હાલ ગરમીનો જે રીતે વધી રહી છે તે જાતો માણસો અને ગેજટ બન્નેના પારો પર જલ્દી જ તપી જાય છે. જ્યાં આપણને ઠંડા કરવા માટે તો ધણાય જાત જાતના ઉપાયો છે ત્યાં મોબાઇલ, લેપટોપ જેવા આપણા જીવનજરૂરી ગેજેટને ઠંડા રાખવા મુશ્કેલ થઇ રહ્યા છે.
કારણ કે આપણે આખો દિવસ આપણા સ્માર્ટફોન અને ગેજેટ્સના ઉપયોગમાં વ્યસ્ત હોઇએ છીએ. જેના કારણે તેમના ગરમ થવાના ચાન્સ વધી જાય છે. તો શું કરશો આ ગરમીમાં તમારા ગેજેટ્સને ઠંડા ઠંડા કૂલ કૂલ રાખવા માટે. જાણો કેટલાક કૂલ ગેજેટ ટિપ્સ અહીં...

ગાડીમાં ફોન, નો નો!
ગાડીમાં પાછલી સીટ પર બેસીને આપણે ફોન મચડતા રહીએ છીએ. પણ ગાડી બહુ જલ્દી ગરમ થાય છે. વળી પાર્ક કરેલી ગાડીમાં આ ગરમીમાં ક્યારેય પોતાના મોબાઇલ, લેપટોપ રાખીને બહાર ના જાવ. તે તમારા ડિવાઇઝને ગરમ કરી દે છે.

દરિયા કિનારે
બીચ પર જો તમને ઉનાળાની રજા માણવા ગયા હોવ તો લેપટોપ અને સ્માર્ટફોનનું ખાસ ધ્યાન રાખો. બને તો લઇને જ ના જાવ. કારણ કે બીચ પર તાપમાન વધારે ગરમ હોય છે. વળી બીચમાં ઉડતી રેત તમારા ફોનને લેપટોનને પ્રોપર કૂલિંગ કરતા રોકે છે.

કવર હટાવી દો
ગરમીના દિવસોમાં જે રીતે તમે સ્વેટર નથી પહેરતા તે જ રીતે ગરમી દિવસોમાં તમારા ફોન લાગેલું સ્ટાઇલીશ કવર હટાવી દો.

ગરમીમાં ગેમ્સ
ભર ગરમીમાં મોબાઇલ પર વધુ લોડ નાખવો નુક્શાનકારક હોઇ શકે છે. માટે ગરમીમાં હાર્ડકોર ગેમ્સ જેવી કે રિયલ રેસિંગ, નોવા જેવું ના રમો.

લેપટોપ સ્વીચ ઓફ
લેપટોપનું કામ ના હોય કે તમે લંચ પર ગયા હોવ ત્યારે તેની સ્વિચ ઓફ કરવાનું ના ભૂલો. ગરમીમાં તેને પણ 10 મિનિટ સ્વીટ ઓફ કરી ઓફિસમાં એક લટાર મારી આવો.

એયર વેટ્સ સાફ કરો
લેપટોપના એર વેટ્સને સાફ કરતા રહો. જેથી હિટીંગવાળી ગરમ હવા આ એયર વેટ્સ દ્વારા બહાર જતી રહે અને લેપટોપ કૂલ રહે.

પથારીમાં લેપટોપ ના વપરો
લેપટોપનો બેડ પર સૂતા સૂતા ઉપયોગ ના કરો. આવું કરવાનું જેટલું ટાળશો તેટલું સારું. કારણ કે પથારી લેપટોપના એયર વેટ્સની જગ્યાને બંધ કરી દે છે અને લેપટોપ જલ્દી ગરમ થઇ જાય છે.

પાવર સેટિંગ ચેન્જ કરો
ગરમીના સમયે પોતાના ગેજેટ્સની પાવર સેટિંગને બદલો. ડાયરેક્ટ સનલાઇટની સ્થિતિમાં પરફોર્મસ સેટિંગને લગાવવાના બદલે પાવર સેટિંગ પર સ્વિચ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
