તમે વોટ્સએપનું આ નવુ ફિચર યુઝ કર્યુ કે નહીં? સ્ટેટસના શોખિન છો તો આ ખાસ તમારા માટે છે
એક સમયે માત્ર મેસેજ પુરતુ શરૂ થયેલુ વોટ્સએપ હવે નવા નવા ફિચરોનો ભંડાર છે. વોટ્સએપ હજુ પણ એક પછી એક નવા ફિચર લાવી રહ્યું છે. હાલમાંજ વોટ્સએપનું લેટેસ્ટ ફિચર પણ આનો જ એક ભાગ છે.
અનુભવને સુધારવા WhatsApp સતત નવા ફીચર્સ લાવે છે. થોડા મહિના પહેલા જ વોટ્સએપે સ્ટેટસ માટે એક નવુ ફીચર લોંચ કર્યુ છે. હવે યુઝર્સ સ્ટેટસમાં વોઈસ નોટ પણ પોસ્ટ કરી શકે છે.

જો તમે હજી સુધી આ ફિચરને નથી યુઝ કર્યુ તો તેમા માટે પહેલા સ્ટેટસ ટેબ પર જવું પડશે. અહીં આવીને તમારે પેન્સિલ આઇકોન પર ટેપ કરવાથી એન્ડ્રોઇડ યુઝર્સને નીચે જમણા ખૂણે આ વિકલ્પ મળશે. iOS યુઝર્સને ઉપર આઈકોન જોવા મળશે.
આ કર્યા પછી આગળના વિંડોમાં રેકોર્ડિંગ શરૂ કરવા નીચે જમણા ખૂણે માઇક આઇકોનને ટેપ કરીને દબાવી રાખવાથી વોઈસ નોટ રેકોર્ડ થશે. જો તમે રેકોર્ડિંગ કેન્સલ કરવા ઈચ્છો તો તમારે માઈક આઈકોનને ડાબી તરફ સ્લાઈડ કરવાનું રહેશે.
રેકોર્ડિંગ થયા પછી પ્લે બટન દ્વારા તેને ચેક પણ કરી શકો છો. જો તમને રેકોર્ડિંગ પસંદ આવે તો ડિલીટ બટન પર ટેપ કરવાથી તે ડિલિટ થઈ જશે.
છેલ્લે રેકોર્ડિંગ પોસ્ટ કરવા સેન્ડ બટન પર ટેપ કરો. અહીં તમને એ પણ તમને જણાવી દઈએ કે સ્ટેટસ પોસ્ટ કરતા પહેલા WhatsApp ઘણા કસ્ટમાઈઝેશન પણ આપે છે.
તમે ઉપરના જમણા ખૂણેથી કલર પેલેટ આઇકન પર ટેપ કરશો, તો તમને ઘણા બેકગ્રાઉન્ડ કલર વિકલ્પો મળશે. નીચે ડાબી બાજુથી તમારું સ્ટેટસ કોણ જોઈ શકે તે પણ તમે નક્કી કરી શકો છો.
અહીં ખાસ એ જાણવુ જરૂરી છે કે સ્ટેટસમાં પોસ્ટ કરવા વોઈસ નોટ 30 સેકન્ડથી વધુ લાંબી ન હોવી જોઈએ. જો વધુ સમયની હોય તો એકથી વધુ સ્ટેટસ પોસ્ટ કરો. જો તમારા ફોનમાં આ ફિચર નથી તો તાત્કાલિક વોટ્સએપને અપડેટ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
