ધમાલ મચાવવા તૈયાર છે વોટ્સએપના ચાર નવા ફિચર, બદલાઈ જશે પુરો અનુભવ
વોટ્સએપ સૌથી પસંદગીની મેસેજીંગ એપ છે. વોટ્સએપ હવે લોકોની જરૂરિયાત બની ગયુ છે. વોટ્સએપ પણ આ વાત સારી રીતે જાણે છે અને એટલે જ નવા નવા ફિચર લઈને આવે છે. હવે વોટ્સએપ તમારા અનુભવને બદલવા માટે ચાર નવા ફિચર લઈને આવી રહ્યુ છે. આ ફિચર આવતા તમારો વોટ્સએપ વાપરવાનો અનુભવ બદલાઈ જશે.

પાસવર્ડ રિમાઇન્ડર
વોટ્સએપ ફિચર પર નજર રાખનારી WABetaInfoના અહેલાવ અનુસાર વોટ્સએપ યૂઝર્સ માટે પાસવર્ડ રિમાઇન્ડર ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ પાસવર્ડને વેરીફાઈ કરી શકશે. જો યુઝર્સ સેટ કરેલો પાસવર્ડ ભૂલી જાય તો તેને પાસવર્ડ બદલવાની સુવિધા પણ મળશે.
યુઝરનેમ ફીચર
વોટ્સએપ યુઝર્સ માટે યુનિક યુઝરનેમ ફીચર લાવી રહ્યું હોવાના પણ અહેવાલ છે. રિપોર્ટ અનુસાર, આ ફીચરથી યુઝર પોતાના એકાઉન્ટ માટે અલગ યુઝરનેમ પસંદ કરી શકશે. આ સુવિધા યુઝર્સને નામ સાથે સેટિંગ્સ પર પ્રોફાઇલ મેનૂમાં જોવા મળશે. આના પર હજુ કામ ચાલી રહ્યું છે.
સ્ક્રીન-શેરિંગ ફીચર
ઓનલાઈન મિટિંગ માટે આ મહત્વનું ફિચર બહુ જલ્દી તમને તમારા ફોનમાં જોવા મળી શકે છે. વોટ્સએપના આ નવા ફીચરને બહુ જલ્દી રોલઆઉટ કરાશે. આ ફીચરની મદદથી યુઝર્સ વીડિયો કોલ દરમિયાન પોતાના પાર્ટનરને સ્ક્રીન શેર કરી શકશે. નવા ફિચર નવા આઇકોન સાથે લાવવામાં આવી રહ્યું છે અને તે ગૂગલ મીટ જેવું હશે.
ન્યૂ સેટિંગ ઈન્ટરફેસ
વોટ્સએપ યુઝર્સ માટે એક નવું સેટિંગ ઈન્ટરફેસ પણ લાવવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, વોટ્સએપ ટૂંક સમયમાં નવા ફીચરને રોલ આઉટ કરશે. આના પર પણ કામ ચાલી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
