પાંચ કારણો શા માટે ભારતમાં હિટ થઇ શકે છે BlackBerry Z3
કેનેડિયન મોબાઇલ કંપની બ્લેકબેરી ઝેડ 3 ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બ્લેકબેરીનો આ સ્માર્ટફોન મીડ રેન્જમાં ઉતારવામાં આવ્યો છે. ભારતીય બજાર અંગે વાત કરવામાં આવે તો આ મોબાઇલ ફોનને કંપની દ્વારા સમજી વિચારીને મીડરેન્જમાં લોન્ચ કરવામાં આવ્યો છે, કારણ કે ભારતીય ગ્રાહકોમાં સારા ફીચર સાથે પોતાના બજેટ અનુરુપ જે સ્માર્ટફોન ફીટ બેસે તેને તેઓ વધારે પસંદ કરતા હોય છે.
આ પણ વાંચોઃ- બ્લેકબેરી ઝેડ 3માં કેવી રીતે ઇન્સ્ટોલ કરવી એંડ્રોઇડ એપ્લિકેશન?
આ પણ વાંચોઃ- 7 ફીચર્સના કારણે બેસ્ટ છે માઇક્રોમેક્સના આ વિંડો સ્માર્ટફોન
આ પણ વાંચોઃ- આ સપ્તાહે લોન્ચ થયેલા 5 સસ્તા એન્ડ્રોઇડ ફોન
તેથી જ તો સેમસંગ, માઇક્રોમેક્સ સહિતની સ્માર્ટફોન બનાવતી કંપનીઓ દ્વારા આ રેન્જમાં સૌથી વધારે ફોન લોન્ચ કરવામાં આવે છે અને બ્લેકબેરીએ પણ એ જ કર્યું છે. બ્લેકબેરીના આ મોબાઇલ ફોનને જોકે બૉલીવુડ સ્ટાઇલમાં કહીએ તો તેને કમબેક કીડ કહેવામાં આવે છે કારણ કે આ ફોનને આ પહેલા જ ઇન્ડોનેશિયામાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને કંપની એવી આશા રાખી રહી છેકે જે રીતે ઇન્ડોનેશિયામાં આ મોબાઇલ હિટ ગયો છે તેવી જ રીતે ભારતીય બજારમાં પણ આ ફોન ધૂમ મચાવશે. ત્યારે આજે અમે અહીં આ મોબાઇલ શા માટે ભારતીય બજારમાં ધૂમ મચાવશે તેવી કંપની આશા રાખે છે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- 2000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ 10 ફોન
આ પણ વાંચોઃ- લેનોવોના 10 મહારથી જે પૂરી કરશે તમારી દરેક જરૂરિયાત
આ પણ વાંચોઃ- લાંબા સફરના આરામદાયક સાથી છે આ 10 સ્માર્ટફોન

બ્લેકબેરી ઓએસ 10.2.1
જો તમે એન્ડ્રોઇડ અને આઇઓએસને જ પંસદ કરતા હોવ તો અમે તમને સલાહ આપીશું કે તમે બ્લેકબેરીના નવા ઓએસ 10.2.1 તરફ પણ નજર ફેરવો, કારણ કે કંપની પોતાના સસ્તાં ફોનમાં આ પ્રકારના ઓએસની સુવિધા આપી રહી છે, જેમાં તમે તમારા મિત્રો અને ચાહકોને તમારા કોમ્યુનિકેશન હબમાં એડ કરી શકો છો, પ્રેરમણાત્મક કિબોર્ડ અને બીબીએમનો અનુભવ થશે જે કોઇપણ કરવા માગે છે.

સ્પેશિફિકેશન
ભારતીય ગ્રાહકોની વાત કરવામાં આવે તો તેઓ ફોનની કિંમતની સાથોસાથ તેમાં આપવામાં આવેલા સ્પેશિફિકેશન પર પણ વિશેષ ધ્યાન આપે છે, ફોની કિંમત સાથે સ્પેશિફિકેશન સેટ ન થતા હોય તો તેઓ ફોન લેતા નથી, પરંતુ બ્લેકબેરીના આ મોબાઇલમાં કિંમતની સાથોસાથ સ્પેશિફિકેશન પણ સેટ થાય છે. 5 ઇંચ ક્યુએચડી ટચસ્ક્રીન આપવામાં આવી છે, જે 960×540 પિક્સલ ધરાવે છે, 2500 એમએએચ બેટરી આપવામાં આવી છે.

એન્ડ્રોઇડ સપોર્ટ
ભારતીય બજારમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન વધારે ધૂમ મચાવે છે, ત્યારે બ્લેકબેરી દ્વારા આ મોબાઇલ ફોનમાં એન્ડ્રોઇડ એપ્સ ડાઉનલોડ કરવાની સુવિધા આપીને ભારતીય ગ્રાહકોને આકર્ષવાની એક ટ્રીક અજમાવી છે, જે સફળ નિવડશે તેવી કંપનીને આશા છે. એક ખાસ વાત એ પણ છેકે આ પ્રકારનું યુનિક ફીચર અગાઉના એકપણ બ્લેકબેરી ડિવાઇઝમાં આપવામાં આવ્યું નહોતું.

બહારનું આવરણ અને બાંધણી
બ્લેકબેરી ઝેડ 10 કરતા આ ડિવાઇઝ થોડી ભારે છે, તેમ છતાં તેને સારી રીતે બનાવવામાં આવ્યો છે. પાછળની તરફનું મટેરિયલ સારી ગ્રીપ આપે છે, તેમજ પ્રિમિયમ ફીલ કરાવે છે.

એક સમર્પિત બ્રાઉઝિંગ મશીન
આ ફોનમાં જે બ્રાઉઝર આપવામાં આવ્યું છે, તે બ્રાઉઝર કરતા વધારે શિકારી છે. તે દરેક બાબતને ક્લીયર કરી દે છે. આ બ્રાઉઝરમાં રીડર મોડ આપવામાં આવ્યો છે. જેમાં HTML5 મોબાઇલ બ્રાઉઝિંગનો અનુભવ કરાવે છે. ફુલ ફ્લેશ કેપેબિલિટી અને અનલિમિટેડ ટેબ્સનો અનુભવ કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
