આ રીતે જાણી શકશો કેવી છે તમારા ઇન્ટરનેટની સ્પીડ
તમે ઇન્ટરનેટની સ્પીડ કેવી રીતે જાણો છો? કેટલાક લોકો વેબ પેજ લોડ થવામાં લાગતા સમયથી સ્પીડનું અનુમાન લગાવે છે તો કેટલાક યુ-ટ્યૂબ પર વીડિયોની બફર સ્પીડથી તેનો અંદાજો લગાવે છે.
પરંતુ, ઇન્ટરનેટ પર જ કેટલીક એવી વેબસાઇટ છે જે તમારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની તપાસ કરી અમુક સેકન્ડમાં જ બતાવી શકે છે કે તમારી હાલની અનુમાનિત ઇન્ટરનેટ સ્પીડ કેટલી છે. અલગ-અલગ દિવસની સ્પીડ ચકાસીને તમે તમારી એવરેજ બેન્ડવિથ જાણી શકો છો.
આ વેબાસાઇટ તમને કોમ્પ્યુટરથી તમારા સર્વર સુધી કેટલાક ડેટા મોકલે છે અને તેમાં લાગતા સમયને નોંધે છે. ડેટા મોકલવા અને સર્વરથી જવાબ આવવાની વચ્ચે જે સમય લાગે છે તેનાથી સ્પીડનો અંદાજો લગાવી શકાય છે.
ઇન્ટરનેટ કંપનીઓ તરફથી કરવામાં આવેલા સ્પીડના દાવાઓને પરખવામાં આ વેબ ટૂલ્સ ઘણા કારગર સાબિત થઇ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાથી મોટાભાગની વેબસાઇટમાં કોઇ પૈસા લેવામાં આવતા નથી. તો ચાલો જાણીએ સ્પીડ ચકાસવાની રીતો.

સ્પીડટેસ્ટ ડોટ નેટ
સ્પીડટેસ્ટ ડોટ નેટનો ઉપયોગમાં ઘણી ઝડપી અને સહેલી વેબસાઇટ છે. આ વેબસાઇટને ખોલતા જ જોરદાર ગ્રાફિક્સની સાથે તમને સ્પીડ ટેસ્ટ બટન જોવા મળે છે. આ વેબસાઇટ જાતે જ તમારા આઇપી અને ઇન્ટરનેટ સર્વિસ આપનારી કંપનીની જાણકારી મેળવી લે છે અને તમારા નજીકના સર્વરથી સ્પીડ ટેસ્ટ કરે છે. આ ટૂલ આઇફોન અને એન્ડ્રોઇડ મોબાઇલ પર પણ કામ કરેછે. સ્પીડટેસ્ટ એપ આઇટ્યૂન્સ અને ગુગલ પ્લેમાં છે.

સ્પીડ ઓફ ડોટ મી
સ્પીડ ઓફ ડોટ મી એક એવું ઇન્ટરનેટ ટૂલ છે જેના માટે ફ્લેશ પ્લેયર અથવા જાવાની જરૂર હોતી નથી. આ એચટીએમએલ 5 પર કામ કરે છે, જેનાથી આ લોડ થવામાં ઓછો સમય લાગે છે. ઇન્ટરનેટ સ્પીડ તપાસવા માટે સ્પીડ ઓફ ડોટ મી વિશ્વભરમાં ફેલાયેલા પોતાના કુલ 31 સર્વરનો ઉપયોગ કરે છે. એટટીએમએમએલ 5 પર ચાલતી આ વેબસાઇટ કોઇપણ કોમ્પ્યુટર અથવા બ્રાઉઝરમાં સહેલાયથી ખુલી જાય છે. તેને મોબાઇલ બ્રાઉઝરથી પણ ખોલી શકાય છે.

સ્પીકઇઝી સ્પીડટેસ્ટ
સ્પીકઇઝી ડોટ નેટ બેન્ડવિથ ટેસ્ટમાં અપલોડ અને ડાઉનલોડ સ્પીડ તપાસી શકાય છે. તેના માટે યુઝરે પસંદ કરવાનું હોય છે વેબસાઇટમાં રહેલી સર્વરની યાદીમાંથી કોઇ એક સર્વર અને શરૂ થઇ જાય છે ટેસ્ટ.

સીનેટ બેન્ડવિથ મીટર
સ્પીડટેસ્ટ ડોટ મીની જેમ સીનેટ બેન્ડવિથ મીટર ઇન્ટરનેટની સ્પીડ તપાસતું એક વેબટૂલ છે. આ ટૂલ ઘણું સાધારણ અને માત્ર ડાઉનલોડ સ્પીડ બતાવે છે, જો કે તેના ગ્રાફિક્સ સારા છે.

ઓડિટ માઇ પીસી ડોટ કોમ
ઓડિટ માઇ પીસી તમારા ઇન્ટરનેટની ડાઉનલોડ અને અપલોડ સ્પીડ તપાસી શકે છે. આ ટૂલમાં તમને ઘણા સર્વરના ઓપ્શન મળશે, જેના પર તમે તમારી બેન્ડવિથ તપાસી શકશો. તેના માટે તપાસ પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
