Apple યુઝર્સ માટે સરકારે ચેતવણી જારી કરી, આજે જ કરી લો આ કામ
જો તમે iPhone, iPad, Mac, Apple TV અથવા Apple Vision Pro જેવા Appleના ઉપકરણોનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારત સરકારે Apple યુઝર્સ માટે એક ગંભીર સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. સરકારે એપ્પલ યુઝર્સને તાત્કાલિક પગલા ભરવા પણ કહ્યું છે.

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની એક ટીમ CERT-In (Computer Emergency Response Team - India) એ Appleના ઉપકરણોમાં ગંભીર સુરક્ષા ખામીઓ શોધી છે.
આ ખામીઓ દ્વારા હેકર્સ તમારા ડિવાઇસમાં ઘૂસી શકે છે અને તમારા અંગત ડેટા ચોરી શકે છે તેમજ આખા ઉપકરણનો કન્ટ્રોલ પણ મેળવી શકે છે. એટલે કે તમારી ગોપનીયતા પર મોટું જોખમ ઊભું થઈ શકે છે.
કઈ ખામીઓ છે અને કયા ડિવાઇસો પર અસર થઈ શકે?
આ ખામીઓનો અસર નીચેના Apple ડિવાઇસના જુના વર્ઝન પર થઈ શકે છે.
- iPhone/iPad: iOS અને iPadOS ના 18.4, 17.7.6, 16.7.11, 15.8.4 કરતા જૂના વર્ઝન
- Mac: macOS Sequoia 15.4, Sonoma 14.7.5, Ventura 13.7.5 કરતાં જૂના
- Apple TV: tvOS 18.4 કરતાં જૂના
- Apple Vision Pro: visionOS 2.4 કરતાં જૂના
- Safari બ્રાઉઝર: Safari 18.4 કરતાં જૂના
- Xcode: 16.3 કરતાં જૂના વર્ઝન
આ ખામીઓથી શું નુકસાન થઈ શકે છે?
- હેકર્સ તમારું અંગત અને નાણાકીય ડેટા ચોરી શકે છે
- તમારા ડિવાઇસ પર પોતાનો કાબૂ મેળવી શકે છે
- તમારું ઉપકરણ હેક કરીને ડાઉન અથવા ક્રેશ કરી શકે છે
શું કરવું જોઈએ?
CERT-In અને Apple બન્નેએ સલાહ આપી છે કે તમારા Apple ઉપકરણોને તાત્કાલિક અપડેટ કરો. Appleએ આ ખામીઓ દૂર કરવા માટે નવા સિક્યોરિટી પેચ (Security Patch) જાહેર કર્યા છે તે પેચ Appleની ઓફિશિયલ વેબસાઇટ અને સેટિંગ્સમાં ઉપલબ્ધ છે.
જો તમે Appleના કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરો છો અને તેને લાંબા સમયથી અપડેટ નથી કર્યો તો આજે જ તેને અપડેટ કરો અને હેકિંગથી પોતાને બચાવો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
