Google Search 2023: ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયા કિયારા અડવાણી, શુભમન ગિલ..., અહીં જુઓ આખી યાદી
Most Searched People On Google 2023: વર્ષ 2023ને પૂરું થવામાં હવે થોડાક જ દિવસો બચ્યા છે. ગૂગલે સોમવારે ભારતમાં આ વર્ષે ગૂગલ સર્ચ પર સૌથી વધુ સર્ચ કરાયેલા 10 લોકોની યાદી શેર કરી છે. આ યાદીમાં સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોમાં કિયારા અડવાણી અને શુભમન ગિલ ટોપ પર છે.
આ વર્ષની શરૂઆતમાં કિયારા અડવાણીએ જેસલમેરની સૂર્યગઢ હોટલમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. કિયારા ઉપરાંત તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. લોકોએ તેમના લગ્નને લગતી દરેક વિગતો જાણવામાં ભારે રસ દાખવ્યો.

વળી, પહેલી વાર ક્રિકેટ વર્લ્ડ કપ રમનાર ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ન્યૂઝીલેન્ડના યુવા અનુભવી ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આવો જાણીએ આખી યાદી.
ગૂગલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ અને ભારત વિ ઑસ્ટ્રેલિયા ક્રિકેટ મેચો વિશે પ્રશ્નો સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતા. શુભમન ગિલ અને રચિન રવિન્દ્ર સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ટોચના ટ્રેન્ડિંગ ક્રિકેટરો તરીકે ઉભરી આવ્યા હતા.
આ સિવાય મોહમ્મદ શમી વિશે પણ ઘણુ સર્ચ કરવામાં આવ્યુ કારણ કે તે વર્લ્ડ કપમાં શાનદાર બોલર હતો. જ્યારે ગ્લેન મેક્સવેલ, સૂર્યકુમાર યાદવ અને ટ્રેવિસ હેડ ટોપ 10 સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા લોકોની યાદીમાં સામેલ છે.
ફેમસ યુટ્યુબર અને બિગ બૉસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવે પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. તે બિગ બૉસ ઓટીટી 2ના વિજેતા બનવા અને રેવ પાર્ટી અને ડ્રગ્સના કેસમાં ફસાઈ જવા માટે પણ સમાચારમાં હતો.
2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ
- કિયારા અડવાણી
- શુભમન ગિલ
- રચિન રવિન્દ્ર
- મોહમ્મદ શમી
- એલ્વિશ યાદવ
- સિદ્ધાર્થ મલ્હોત્રા
- ગ્લેન મેક્સવેલ
- ડેવિડ બેકહમ
- સૂર્યકુમાર યાદવ
- ટ્રેવિસ હેડ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
