એન્જિનિયરમાંથી આતંકવાદી બનનાર યાસીન ભટકલ કોણ છે?
ગાંધીનગર, 29 ઓગષ્ટ: એક એવો આતંકવાદી જે ક્યારેય ઇ-મેલ નથી કરતો, ઇન્ડિયન મુઝાહિદ્દીનનો એવો માસ્ટરમાઇન્ડ જે મોબાઇલ ફોનનો થોડી સેકન્ડ ઉપયોગ કરીને સિમકાર્ડ નષ્ટ કરી દેતો હતો, ખરેખર આવા આતંકવાદીની ધરપકડ કરવા અંગે વિચારવું સપનું જોવા બરાબર છે.
પરંતુ આ સપનું સાચુ થયું છે અને યાસીન ભટકલ નામના આ આતંકવાદીને કર્ણાટક પોલીસની મદદથી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ નેપાળથી ધરપકડ કરી લીધી છે. એનઆઇએની મોટી ઉપલબ્ધિ માનવી જોઇએ, કારણ કે આ ખરેખર વિચિત્ર કોયડા જેવો છે.
ગુપ્તચર એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર યાસીન ભટકલની ગતિવિધિઓ પર નજર રાખવી ઘણી મુશ્કેલ કામ હતું કારણ કે તે માહિતી ટેક્નોલોજીમાં વિશ્વાસ રાખનાર આતંકવાદી ન હતો.
પરંપરાગત પદ્ધતિથી જીવનાર યાસીન ભટકલ દર પખવાડિયે ઠેકાણા બદલી દેતો હતો. જાણીએ કે અંતે કોણ છે આ યાસીન ભટકલ જે દેશના અલગ-અલગ શહેરોમાં કેટલાક મોટા બોમ્બ બ્લાસ્ટનો આરોપી હોવાછતાં સુરક્ષા એજન્સીઓની પકડથી દૂર હતો?

યાસીન ભટકલનો પરિવાર સાથે કોઇ સંબંધ નથી
1973માં જન્મનાર યાસીન ભટકલ મૂળ કર્ણાટકના એક તટીય ગામ ભટકલનો રહેવાસી છે. તેનું પ્રાથમિક શિક્ષણ અંજુમન હમી એ મુસલમીન નામની મદરેસામાં થયું હતું. 1980ના દાયકાની શરૂઆતમાં તે પુણે આવ્યો હતો. ત્યારબાદ યાસીન શાહબંદરી ભાઇઓના નામથી કુખ્યાત રિયાજ અને ઇકબાલ ભટકલના સંપર્કમાં આવ્યો. તેમને જ ઇન્ડિયન મુજાહિદ્દીનની ઇંટ મુકી હતી. જો કે આ બંને ભાઇઓમાંથી યાસીન ભટકલનો પરિવાર સાથે કોઇ સંબંધ નથી.

ભટકલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતો નથી
યાસીન ભટકલ વિશે ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ઘણીવાર જણાવે છે કે તેની ગતિવિધિઓ પર નજર રાખવી ઘણું મુશ્કેલ કામ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર યાસીન ભટકલને અત્યાધુનિક માહિતી ટેક્નોલોજીનો પ્રયોગ કરવો પસંદ નથી. તેના બદલામાં પરંપરાગત પદ્ધતિ જેમ કે વેશ બદલીને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવું અને નાસી છૂટવામાં માહેર છે.

દર પખવાડિયે ઠેકાણા બદલે છે
ગુપ્તચર એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર 'એક એવો માણસ જે ઇમેલ કરતો નથી, દર પખવાડિયે ઠેકાણું બદલી દે છે, ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને મોબાઇલ ફોનનો થોડી સેકન્ડ માટે ઉપયોગ કરી સિમકાર્ડ નષ્ટ કરી દે છે, તેના પર કોઇપણ પ્રકારની નજર રાખવી મુશ્કેલ છે.

2008માં ધરપકડ
જો કે એકવાર યાસીન ભટકલ પોલીસની ધરપકડમાં પહેલાં પણ આવી ચૂક્યો છે. 2008માં જ્યારે કોલકત્તા પોલીસે તેને બનાવટી નોટોના એક મામલે ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા ત્યારે પોલીસ સંપૂર્ણ પણે અજાણ હતી આ માણસ ઇન્ડિયન મુજાહિદ્દીનનો માસ્ટરમાઇન્ડ છે. ત્યારે યાસીન ભટકલે પોતાના વિશે જાણકારી આપી હતી તે બિહારના દરભંગાનો રહેવાસી મોહંમદ અશરફ છે.

2011માં નાસી છૂટ્યો હતો
આ પ્રમાણે નવેમ્બર 2011માં તે ચેન્નઇમાં ગુપ્તચર અધિકારીઓને છેંતરીને ભાગી છૂટ્યો હતો. દિલ્હી અને ચેન્નઇમાં હાજર ગુપ્તચર અધિકારીની એક સૂચનાના આધારે જ્યારે તેના ઠેકાણા પર પહોંચ્યા તો તેના કેટલાક કલાકો પહેલાં જ યાસીન ત્યાંથી નિકળી ગયો હતો. તેના સસરા ઇરશાદ ખાને પોલીસને જણાવ્યું હતું કે તે બજાર ગયો છે, પરંતુ યાસીન પોતાના ઠેકાણા પર ક્યારેય પરત ફર્યો નહી.

ભટકલની નેપાળની બોર્ડર પરથી ધરપકડ
ભટકલને નેપાળની બોર્ડર પરથી એનઆઇએની ટીમે ધરપકડ કરી લીધી છે. યાસીન ભટકલ મધુબનીના માર્ગે બિહારથી ઘણીવાર નેપાળ જઇ રહ્યો હતો. એનઆઇએએ આ જાણકારીના આધારે યાસીન ભટકલને નેપાળથી ધરપકડ કરી લીધો હતો. 12 રાજ્યોની આતંક નિરોધક એજન્સી દ્વારા યાસીન ભટકલ વિરૂદ્ધ દાખલ આરોપ પત્રો મુજબ તે 2008થી થયેલા ઓછામાં ઓછા 10 બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે.

10 બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ
આ બોમ્બ બ્લાસ્ટ અમદાવાદ (2008), સુરત, (2008), જયપુર (2008), નવી દિલ્હી (2008), બનારસના દશાશ્વમેધ ઘાટ (2010) બેગલોંર ચિન્નાસ્વામી સ્ટેડિયમ (2010), પુણે જર્મન બેકરી (2011), મુંબઇ (2011), હૈદ્વાબાદ (2013) અને બેગ્લોર (2013)માં થયા હતા. તાજેતરમાં ગયાના મહાબોધિમાં સીરિયલ બ્લાસ્ટમાં પણ યાસીન ભટકલ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
